View Hymn (Bhajan)
Sr No. 4769 | Date: 12-Jan-20192019-01-122019-01-12પુરુષાર્થથી ભાગ્ય બદલાય છે, છળકપટથી રાજ્ય જીતાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=purusharthathi-bhagya-badalaya-chhe-chhalakapatathi-rajya-jitaya-chheપુરુષાર્થથી ભાગ્ય બદલાય છે, છળકપટથી રાજ્ય જીતાય છે
આ જગતમાં ધાર્યું-અણધાર્યું, ઘણું ઘણું તો થાય છે
એક હકીકત જે કદી ના બદલાય છે, જે સનાતન સત્ય છે
પ્રભુ તારી ઇચ્છા વિના, આ જગમાં ના કંઈ થાય છે
કરે લાખ કોશિશો કોઈ, પણ આ સત્ય ના બદલાય છે
તું દેખાય કે ના દેખાય, તું સમજાય કે ના સમજાય
કોઈ માને કે ના માને, કોઈ જાણે કે ના જાણે
ફરક એનાથી ના પડે, તારા નિયમ એનાથી ના બદલાય છે
મનુષ્ય ચાહે ઘણું જીવનમાં, તોય ધાર્યું ધણીનું થાય છે
પરમ સત્ય સમજ્યા પછી, ફરિયાદ સઘળી મટી જાય છે
પુરુષાર્થથી ભાગ્ય બદલાય છે, છળકપટથી રાજ્ય જીતાય છે