હર કાર્યને પાર પાડવા, જીવનમાં કરવી પડે છે પૂરી તૈયારી
કરી છે જેણે પૂરી તૈયારી, કરી છે એણે સફળતા પર તો સવારી
કરી નથી શક્યો જે તૈયારી પૂરી, એને નિરાશામાં ડુબવાની આવી છે પારી
છે આ તો લીલા કર્તાની, લાગે કોઈને પ્યારી, તો લાગે કોઈને ન્યારી
પામવી હશે સફળતા જીવનમાં, તો રાખવી પડશે સદા તૈયારી
પચાવવી પડશે રે જીવનમાં, નિષ્ફળતાની પણ મારામારી
છે સીધાસાદા કાયદા કર્તાના, નથી એમાં વકાલત જરૂરી
માને, એ પાર પડે છે, ના માને, એના પર નથી કોઈ જબરદસ્તી ખોટી
સમજીએ આ વાતને, છે બહુ સહેલી ને સરળતાથી ભરેલી
સમજમાં મળશે સહુની, આ વાત, આચરણમાં મળશે કોઈ-કોઈની
- સંત શ્રી અલ્પા મા
hara kāryanē pāra pāḍavā, jīvanamāṁ karavī paḍē chē pūrī taiyārī
karī chē jēṇē pūrī taiyārī, karī chē ēṇē saphalatā para tō savārī
karī nathī śakyō jē taiyārī pūrī, ēnē nirāśāmāṁ ḍubavānī āvī chē pārī
chē ā tō līlā kartānī, lāgē kōīnē pyārī, tō lāgē kōīnē nyārī
pāmavī haśē saphalatā jīvanamāṁ, tō rākhavī paḍaśē sadā taiyārī
pacāvavī paḍaśē rē jīvanamāṁ, niṣphalatānī paṇa mārāmārī
chē sīdhāsādā kāyadā kartānā, nathī ēmāṁ vakālata jarūrī
mānē, ē pāra paḍē chē, nā mānē, ēnā para nathī kōī jabaradastī khōṭī
samajīē ā vātanē, chē bahu sahēlī nē saralatāthī bharēlī
samajamāṁ malaśē sahunī, ā vāta, ācaraṇamāṁ malaśē kōī-kōīnī
|