કરવા નિક્ળ્યો છું પ્યાર જગમાં, સમજાતું નથી, કોને કરું, પ્યાર હું જગમાં કોને કરું?
લાગતું નથી કોઈ પ્યાર કરવા જેવું મને આ જગમાં - પ્યાર હું કોને કરું?
ભર્યા છે અહીં સહુ કોઈ છળકપટ ને સ્વાર્થથી તો પૂરેપૂરા, ત્યાં પ્યાર હું કોને કરું?
રહેવું છે જ્યાં મને આ બધી વસ્તુથી તો દૂર, ત્યાં પ્યાર હું કોને કરું?
વધતી રહી છે આ મૂંઝવણ મારી, સમજાતું નથી કાંઈ મને પૂરું રે એમાં - પ્યાર હું કોને કરું?
છે કલ્પના જેને પ્યાર કરવાની, નથી મળતું કોઈ એવું, ત્યાં પ્યાર હું કોને કરું?
અપનાવવા છે સહુને, અપનાવવા નથી દેતા કોઈને મારા હૈયાના ભાવો - પ્યાર હું કોને કરું?
પ્રભુ, કરવો છે પ્યાર મારે તો તને, પણ ના જોઈ શક્યો તને ક્યાંય, હવે પ્યાર હું કોને કરું?
વીતી ગયું જીવન આખું એમાં મારું, તોય કહેતો રહ્યો, પ્યાર હું કોને કરું?
હાજરી વગર પ્યાર ના હું કરી શક્યો, ના મળી પ્રભુ, તારી હાજરી, ત્યાં પ્યાર હું કોને કરું?
- સંત શ્રી અલ્પા મા
karavā niklyō chuṁ pyāra jagamāṁ, samajātuṁ nathī, kōnē karuṁ, pyāra huṁ jagamāṁ kōnē karuṁ?
lāgatuṁ nathī kōī pyāra karavā jēvuṁ manē ā jagamāṁ - pyāra huṁ kōnē karuṁ?
bharyā chē ahīṁ sahu kōī chalakapaṭa nē svārthathī tō pūrēpūrā, tyāṁ pyāra huṁ kōnē karuṁ?
rahēvuṁ chē jyāṁ manē ā badhī vastuthī tō dūra, tyāṁ pyāra huṁ kōnē karuṁ?
vadhatī rahī chē ā mūṁjhavaṇa mārī, samajātuṁ nathī kāṁī manē pūruṁ rē ēmāṁ - pyāra huṁ kōnē karuṁ?
chē kalpanā jēnē pyāra karavānī, nathī malatuṁ kōī ēvuṁ, tyāṁ pyāra huṁ kōnē karuṁ?
apanāvavā chē sahunē, apanāvavā nathī dētā kōīnē mārā haiyānā bhāvō - pyāra huṁ kōnē karuṁ?
prabhu, karavō chē pyāra mārē tō tanē, paṇa nā jōī śakyō tanē kyāṁya, havē pyāra huṁ kōnē karuṁ?
vītī gayuṁ jīvana ākhuṁ ēmāṁ māruṁ, tōya kahētō rahyō, pyāra huṁ kōnē karuṁ?
hājarī vagara pyāra nā huṁ karī śakyō, nā malī prabhu, tārī hājarī, tyāṁ pyāra huṁ kōnē karuṁ?
|