નથી માંગવું, નથી માંગવું, કહીને આ, કંઈક ને કંઈક તારી પાસે માંગતી જાઉં છું
બસ પ્રભુ, મારી આ આદતથી, હું કંટાળી જાઉં છું
આવે જ્યાં દિલ પર કાબૂ, ત્યાં મનનો કાબૂ, હું ખોતી જાઉં છું
ખોતા કાબૂ, ક્યાંય પણ, હું તારી પાસે હાથ લાંબો કરી ઊભી રહી જાઉં છું
ના ગમે ખુદને, તોય વર્તન અણગમતું ખુદથી જ થઈ જાય છે
સમજવા છતાંય, નાસમજીનો શિકાર જ્યારે હું બની જાઉં છું, બસ પ્રભુ…
બદલાય પરિસ્થિતી કે ના બદલાય, પણ આવી હાલતમાં જીવતી હું જાઉં છું
ક્યારેક માંગવા યોગ્ય, તો ક્યારેક ના માંગવા જેવું, હું માંગતી જાઉં છું
જીવનમાં કંઈક અવનવી વાટ પરથી, પસાર હું થાતી ને થાતી જાઉં છું
તારી પાસે પ્રભુ, કાંઈ ને કાંઈ, હું માંગતી ને માંગતી જાઉં છું, બસ પ્રભુ…
- સંત શ્રી અલ્પા મા
nathī māṁgavuṁ, nathī māṁgavuṁ, kahīnē ā, kaṁīka nē kaṁīka tārī pāsē māṁgatī jāuṁ chuṁ
basa prabhu, mārī ā ādatathī, huṁ kaṁṭālī jāuṁ chuṁ
āvē jyāṁ dila para kābū, tyāṁ mananō kābū, huṁ khōtī jāuṁ chuṁ
khōtā kābū, kyāṁya paṇa, huṁ tārī pāsē hātha lāṁbō karī ūbhī rahī jāuṁ chuṁ
nā gamē khudanē, tōya vartana aṇagamatuṁ khudathī ja thaī jāya chē
samajavā chatāṁya, nāsamajīnō śikāra jyārē huṁ banī jāuṁ chuṁ, basa prabhu…
badalāya paristhitī kē nā badalāya, paṇa āvī hālatamāṁ jīvatī huṁ jāuṁ chuṁ
kyārēka māṁgavā yōgya, tō kyārēka nā māṁgavā jēvuṁ, huṁ māṁgatī jāuṁ chuṁ
jīvanamāṁ kaṁīka avanavī vāṭa parathī, pasāra huṁ thātī nē thātī jāuṁ chuṁ
tārī pāsē prabhu, kāṁī nē kāṁī, huṁ māṁgatī nē māṁgatī jāuṁ chuṁ, basa prabhu…
|