View Hymn (Bhajan)
Hymn No. 650 | Date: 20-Mar-19941994-03-201994-03-20હરએક અંતરમાં વસે છે તું, તોય જીવનમાં કેમ છે આ ગહેરો અંધકાર?Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haraeka-antaramam-vase-chhe-tum-toya-jivanamam-kema-chhe-a-gahero-andhakaraહરએક અંતરમાં વસે છે તું, તોય જીવનમાં કેમ છે આ ગહેરો અંધકાર?
છે તું તો પરમ જ્ઞાની, તોય કેમ છે આ જગમાં અજ્ઞાની તારા રે બાળ?
છે તું તો પ્રેમનો સાગર, વસે છે તોય કેમ હૈયામાં વેર ને ઝેર?
અંધકારને દૂર કરવાવાળા, શું તું ખોવાઈ ગયો છે અમારા અંતરમાં
છે ગહેરાઈ એટલી ઊંડી, શું અમારા અંતરમાંથી આવી નથી શક્તો તારો પ્રકાશ બહાર
છે માયા આ કેવી તારી, સમજદારને પણ ના સમજાય
છે તું તો સુખનો સાગર, તોય કેમ છે દુઃખિયોની મોટી લંગાર?
છે તું તો પ્રભુ નિર્વિકૃત અવિકારી, તોય કેમ છે હૈયામાં તો વિકાર ને વિકાર?
છે તું તો પ્રભુ પરમાનંદ, તોય કેમ છાયો છે સહુના મુખ પર ગમ ને વિષાદ?
સમજાતું નથી મને આ, છે તું સમજદાર, પ્રભુ તોય મટી નથી કેમ મારી બેસમજદારી જીવનમાં?
હરએક અંતરમાં વસે છે તું, તોય જીવનમાં કેમ છે આ ગહેરો અંધકાર?