View Hymn (Bhajan)
Hymn No. 651 | Date: 20-Mar-19941994-03-201994-03-20અક્સર આવું કેમ થાય છે, પ્યારભરી પળ દર્દભરી યાદમાં કેમ બદલાઈ જાય છે?Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=aksara-avum-kema-thaya-chhe-pyarabhari-pala-dardabhari-yadamam-kema-badalaiઅક્સર આવું કેમ થાય છે, પ્યારભરી પળ દર્દભરી યાદમાં કેમ બદલાઈ જાય છે?
સફળતાની સીડીને ચઢતા પહેલે, પગથિયે નિઃસફળતા મળી કેમ જાય છે?
પીતા પીતા અમૃતનો પ્યાલો, આવતા હોઠ સુધી હાથમાંથી એ છટકી જાય છે
યાચે છે પ્રેમ જે જીવનમાં, પ્રેમને બદલે દુઃખદર્દ એને કેમ મળી જાય છે?
કરવા જતા વાસ્તવિક્તાનો સ્વીકાર, દિલ કેમ ચોટ ગહેરી ખાય છે?
દર્દ ભરેલા એ દિલમાંથી દુવા ના બદલે, ક્યારેક બદદુવા કેમ નીકળી જાય છે?
દિલના ઝખમમાંથી નીકળતું લોહી, નજરથી કેમ ના જોવાય છે?
આંખેથી વહેતા આંસુઓ, દિલનો ભાર કેમ હળવો કરી જાય છે?
હોય છે હજારો દોસ્ત પાસે, તોય મન કેમ હાથમાંથી છટકી જાય છે?
મળતા પ્રિય પાત્ર, હૈયું આનંદથી કેમ છલકાય છે?
અક્સર આવું કેમ થાય છે, પ્યારભરી પળ દર્દભરી યાદમાં કેમ બદલાઈ જાય છે?