View Hymn (Bhajan)
Hymn No. 4770 | Date: 12-Jan-20192019-01-122019-01-12હરિ ઇચ્છા ભલી અસી, હરિ ઇચ્છા ભલી અસીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hari-ichchha-bhali-asi-hari-ichchha-bhali-asiહરિ ઇચ્છા ભલી અસી, હરિ ઇચ્છા ભલી અસી
જગત ગાયૂ છે આ ગાણું, હરિ ઇચ્છા ભલી અસી
સમજીને કહેવાવાળા તો હશે, કોઈક જ તો આ જગમાં
બાકી લાચારીનું પ્રદર્શન કરવાવાળા, મળશે જીવનમાં ઝાઝા
જે નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે, નિર્મોહી છે
જેને કોઈ ઇચ્છા નથી, એ ઇચ્છા કરશે તો શું કરશે આ જગમાં
દિલમાં ખેદ શમ્યા નથી, ફરીયાદો મટી નથી, ને કહે છે હરિ ઇચ્છા ...
થાય ધાર્યું તો અહંમાં ફુલાયા વિના રહ્યા નથી, ને કહે છે ...
શરણું એનું સ્વીકાર્યું નથી, પ્યાર એને રે પૂરો કર્યો નથી
તત્ત્વનો મર્મ હજી સમજ્યા નથી, ને કહે છે હરિ ઇચ્છા ભલી અસી
હરિ ઇચ્છા ભલી અસી, હરિ ઇચ્છા ભલી અસી