View Hymn (Bhajan)
Hymn No. 4771 | Date: 12-Jan-20192019-01-122019-01-12સંતો સાથે રહેવાથી, સંતો પાસે રહેવાથી, સંત બની જવાતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=santo-sathe-rahevathi-santo-pase-rahevathi-santa-bani-javatum-nathiસંતો સાથે રહેવાથી, સંતો પાસે રહેવાથી, સંત બની જવાતું નથી
મળશે ઠંડક અને મળશે મીઠો છાંયડો એમના અસ્તિત્વથી
કરીએ એમના જેવો દેખાવ, એનાથી તો કાંઈ થવાનું નથી
વેદ વ્યાકરણનો ઉચ્ચાર કરવાથી, જ્ઞાની તો બની જવાતું નથી
અંતરમાં ના વસાવ્યા જ્યાં સુધી એમને, પરિવર્તન કાંઈ આવતું નથી
જીવ્યા જીવન જ્યાં એમના મય, પાપોનો થયો ત્યારે ક્ષય
મનના તારને સંગ એમની, બાંધ્યા વિના કાંઈ થાતું નથી
લોકોની વાહ વાહથી ભરમાયા વગર તો, જીવનમાં રહેવાતું નથી
હૃદયના પ્રેમ ને પ્યાર વગર, સંતોને બીજું કાંઈ ખપતું નથી
ખોટા આડંબરોથી ના છેતરાય એ, મંદ મંદ મુસ્કરાહટ વગર બીજું કાંઈ આપતા નથી
શરણાગતિ સાચી સ્વીકારાય ત્યારે થાય બધું, એના વિના કાંઈ થાતું નથી
સંતો સાથે રહેવાથી, સંતો પાસે રહેવાથી, સંત બની જવાતું નથી