View Hymn (Bhajan)
Hymn No. 4884 | Date: 09-Sep-20202020-09-092020-09-09હશે કોઈ કારણ જરૂર, નહીં તો માડી મારી વિલંબ કરતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hashe-koi-karana-jarura-nahim-to-madi-mari-vilamba-karati-nathiહશે કોઈ કારણ જરૂર, નહીં તો માડી મારી વિલંબ કરતી નથી
કરે સઘળાં કાર્ય એ અવિલંબિત, માડી મારી વિલંબ કરતી નથી
બાળનો પોકાર સાંભળે ત્યાં, એ રોકી રોકાતી નથી
અધીરપ ને ઉતાવળથી દોડે, બાળની સહાય કરવા માડી મારી
દુઃખદર્દ હર્યાં છે લાખોનાં, એની ગણતરી એ કરતી નથી
સાચા હૃદયની પોકાર સાંભળી, માડી મારી રોકી રોકાતી નથી
હરે સઘળા સંતાપ ક્ષણ એકમાં, વાર એ લગાડતી નથી
'મા' મારો પોકાર તારા સુધી પહોંચતો નથી, પહોંચતો નથી
માગું શક્તિ તારી પાસે, પહોંચે પોકાર મારા દિલની પાસે તારી
હૃદયની પીડા હવે સહન થાતી નથી, હૃદયની પીડા હવે સહન થાતી નથી
હશે કોઈ કારણ જરૂર, નહીં તો માડી મારી વિલંબ કરતી નથી