Hymn No. 4883 | Date: 09-Sep-20202020-09-092020-09-09પોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/?title=pokaramam-mara-prana-bharo-ke-pahonche-hridaya-para-tamaraપોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારા તમે માડી અવિલંબ આ કાર્ય કરો, પહારે ચડો માડી પહારે ચડો કર્મોને અમારાં બાળો, શત્રુઓનો વધ કરો, અવિલંબ આ કાર્ય કરો ચાહીએ અમે તનમનની તંદુરસ્તી, અમને તંદુરસ્તીથી ભરો સમજાતું નથી માડી કાંઈ, તમે સઘળાં અમારાં પાપ હરો હૈયાને અમારા તમારા પ્રેમ ને વિશ્વાસથી ભરો, પોકારમાં પ્રાણ ભરો શીઘ્ર કરો મા શીઘ્ર કરો, અવિલંબ હવે આ કાર્ય કરો તમારા પ્રાણથી ભરો અમને, તમારા ચૈતન્યથી ભરપૂર ભરો લાચારી અમારી ખુદથી સહેવાતી નથી, મા લાચારીથી મુક્ત કરો શ્વાસોશ્વાસ અમારા તમારા પ્રાણથી, ભરપૂર ભરો ભરપૂર ભરો
પોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારા
પોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારા તમે માડી અવિલંબ આ કાર્ય કરો, પહારે ચડો માડી પહારે ચડો કર્મોને અમારાં બાળો, શત્રુઓનો વધ કરો, અવિલંબ આ કાર્ય કરો ચાહીએ અમે તનમનની તંદુરસ્તી, અમને તંદુરસ્તીથી ભરો સમજાતું નથી માડી કાંઈ, તમે સઘળાં અમારાં પાપ હરો હૈયાને અમારા તમારા પ્રેમ ને વિશ્વાસથી ભરો, પોકારમાં પ્રાણ ભરો શીઘ્ર કરો મા શીઘ્ર કરો, અવિલંબ હવે આ કાર્ય કરો તમારા પ્રાણથી ભરો અમને, તમારા ચૈતન્યથી ભરપૂર ભરો લાચારી અમારી ખુદથી સહેવાતી નથી, મા લાચારીથી મુક્ત કરો શ્વાસોશ્વાસ અમારા તમારા પ્રાણથી, ભરપૂર ભરો ભરપૂર ભરો
- સંત શ્રી અલ્પા મા
|