View Hymn (Bhajan)
Hymn No. 4639 | Date: 04-Jul-20172017-07-042017-07-04હે 'મા' પળ પળ કરું તને પોકાર, નથી તારા વિના કોઈ આધારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-ma-pala-pala-karum-tane-pokara-nathi-tara-vina-koi-adharaહે 'મા' પળ પળ કરું તને પોકાર, નથી તારા વિના કોઈ આધાર
'મા' રાખે સદા તું મારી સંભાળ, વરસાવે સતત તારો પ્યાર
અદૃશ્ય કેવા છે આ તાર, છતી આંખે કાંઈ ના દેખાય
હૃદય અનુભવે તારો પ્યાર, વાત આ સમજી ના સમજાય
જીવનનું છે જ્યાં કામ, શ્વાસો ત્યાં અટકે ના લગાર
કર્તા તો ના દેખાય, સૃષ્ટિમાં બધું આપોઆપ થાય
જન્મે અસંખ્ય જીવ સૃષ્ટિમાં, લેતી તું સહુની સંભાળ
કર્મોની લાકડીથી હાંકે જગ સારું, ભૂલ એમાં થાય નહીં
મળે સહુને યોગ્યતા અનુસાર, કોઈને ઓછું, વધુ થાય નહીં
નજરમાં રહે સહુ કોઈ તારી, નજર બહાર કોઈ જાય ના
હે 'મા' પળ પળ કરું તને પોકાર, નથી તારા વિના કોઈ આધાર