View Hymn (Bhajan)
Hymn No. 4638 | Date: 04-Jul-20172017-07-042017-07-04હે સૃષ્ટિના રચયિતા, હે સૃષ્ટિના આધાર, હે સૃષ્ટિને ચલાવનારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-srishtina-rachayita-he-srishtina-adhara-he-srishtine-chalavanaraહે સૃષ્ટિના રચયિતા, હે સૃષ્ટિના આધાર, હે સૃષ્ટિને ચલાવનાર
શમન કરો, શમન કરો, અમારી સવળી વૃત્તિઓનું તુજમાં શમન કરો
જન્મોજન્મથી ચાલી આવી આ લંગાર, બસ હવે એનો અંત કરો
ઉદ્ભવ્યું છે બધું જ તમારામાંથી, તમારામાં જ અંત એનો કરો
કર્યું દમન અમે ઘણું જીવનમાં, એના જ કારણે રહ્યા ભટકતા
સમજ્યા તો ઘણું ઘણું, પણ શું સમજ્યા એ જ ના સમજ્યા
છો આદેશ્વર તમે ને છો પૂર્ણેશ્વર તમે, ને તમે તો બધું સમન કરો
ભટકતા તન ને ભટકતા મનને ક્યાંથી મળશે શાંતિ પ્રભુ
તમારા સાંનિધ્ય વગર અંત ના આવશે, કે તમારામાં બધું શમન કરો
અનંત સૃષ્ટિના રચચિતા અનંત નાથ, આ અસ્તિત્વનો અંત કરો ...
હે સૃષ્ટિના રચયિતા, હે સૃષ્ટિના આધાર, હે સૃષ્ટિને ચલાવનાર