View Hymn (Bhajan)
Hymn No. 4640 | Date: 04-Jul-20172017-07-042017-07-04પંચામૃતથી ચરણ પખાડ્યાં ચંદનથી તિલક કર્યુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=panchanritathi-charana-pakhadyam-chandanathi-tilaka-karyumપંચામૃતથી ચરણ પખાડ્યાં ચંદનથી તિલક કર્યું
ધૂપ કર્યો દીપ કર્યો, ફૂલડાં ધરાવાયાં, લો પૂજન થઈ ગયું
આવી ગુરુપૂર્ણિમા દેખાદેખીના માહોલમાં અમે હાજર થઈ ગયા
વૃત્તિઓના ખેલમાં રહ્યા ખેલતા, ખાલી ને ખાલી રહી ગયા
મનોકામનાઓની પૂર્તિ માટે અમે અહીંતહીં ભટકતા રહ્યા
માગણીઓની લંગારમાં અમે, ઊભા ને ઊભા રહી ગયા
ના જાણ્યા ગુરુને ના સમજ્યા ગુરુને, ને પૂજન કરવા આવી ગયા
ના આચરાયું આચરણ એમને અનુકૂળ, ના સમજ્યા એમને
ના કર્યું આજ્ઞાનું પાલન, ના હૃદયમાં એમને અમે વસાવ્યા
વાતો ને વાતો રહ્યા કરતા, દંભ ને આડંબરમાં ડૂબતા ગયા
ગુરુની સેવા એ જ ગુરુનું પૂજન છે, એ તો અમે ભૂલી ગયા
એના આદેશનું પાલન એ જ જીવન છે, એ તો અમે ચૂકી ગયા
સ્વાર્થ સાધવાના ચૂક્યાં અમે કોઈ દ્વાર, દ્વાર બધાં ખટખટાવતા ગયા
અહંકારમાં ડૂબીને, જ્ઞાન પ્રકાશથી દૂર ને દૂર રહ્યા
સત્યથી કોસો દૂર, અસત્યની સમીપ, અમે રહી ગયા .. કે આવી ...
પંચામૃતથી ચરણ પખાડ્યાં ચંદનથી તિલક કર્યું