View Hymn (Bhajan)
Hymn No. 4661 | Date: 22-Dec-20172017-12-222017-12-22સાગર ને સમુદ્રનાં અનેક રૂપ, આપણી નજરે ચડે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sagara-ne-samudranam-aneka-rupa-apani-najare-chade-chheસાગર ને સમુદ્રનાં અનેક રૂપ, આપણી નજરે ચડે છે
જ્યારે બધું ભૂલી એને નીરખીએ, ત્યારે કાંઈ તો સમજાય છે
દૃશ્યે દૃશ્યે દૃશ્ય બદલાય છે, વિવિધતા એની સમજાતી જાય છે
પળ પ્રતિપળ રૂપ નવાં એનાં તો નજરને જોવા મળે છે
હૈયાને એ જ્ઞાનથી તો, ક્યારે પ્રેમથી ભરી જાય છે
ક્યારેક વૈરાગ્ય ને ત્યાગની પરિભાષા, આપણને શીખવી જાય છે
તો ક્યારેક દિવ્ય પ્રેમની, દિવ્ય ગાથાનો સ્પર્શ આપી જાય છે
અમાપ એવા ઈશ્વરના વ્યાપકને વિશાળ રૂપનાં દર્શન એ કરાવી જાય છે
હરીને ખારાશ ધરતીની, દિવ્ય રત્નોની ભેટ એ આપી જાય છે
દિવ્ય નાદના ગુંજનથી સૃષ્ટિને, નવજીવિત એ તો કરતો ને કરતો જાય છે
સાગર ને સમુદ્રનાં અનેક રૂપ, આપણી નજરે ચડે છે