MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 15 | Date: 21-Aug-19921992-08-21હે મારા પ્રભુ, આપ્યો તે મને આ મનુષ્ય દેહhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-mara-prabhu-apyo-te-mane-a-manushya-dehaહે મારા પ્રભુ, આપ્યો તે મને આ મનુષ્ય દેહ,

એ તારી કૃપા, કે યોગ્યતા વગર તે મને ઉચ્ચકોટિમાં જનમ આપ્યો,

પણ હે પ્રભુ પ્રાર્થના છે મારી તો તારી પાસે,

કે માનવનો અવતાર તો તે આપ્યો,

પણ માનવતાનું સિંચન કરવાનું ન ભૂલતો,

મનુષ્ય બનીને મને જીવાડ જે હરઘડી,

એ અહેસાસ કરાવજે મારા અવતારનો,

પ્રભુ દુર્લભ છે મનુષ્ય દેહ પ્રાપ્ત થવો,

પણ એથી વધુ દુર્લભ છે એને સાર્થક કરવાનો,

કરજે આસક્ત તો મને, તારા ને તારામાં જ,

ન થવા દેતો આ ખોટા આકર્ષણો અને આડંબરોમાં મને આસક્ત,

સૌંદર્યના બિંદુમાં નહીં અટકાવતો મને,

સન્નાન કરવા આપજે મને સૌંદર્યના સમુદ્ર માં

પ્રભુ યોગ્યતા કે પાત્રતા તો નથી મારામાં,

છતાં તે ઘણું બધું આપ્યું છે,

છે બધું મારી પાસે એ તો બધું તારું ને તારું,

પ્રભુ ન કરું ક્યારેય તારી શક્તિનો દૂરઉપયોગ,

કરું હંમેશા એનો સદ્ઉપયોગ, એવી શક્તિ મને આપજે

વિકારના કોઈ પણ અશ્વને ત્યાં ને ત્યાં અટકાવજે,

ખેંચજે લગામ ત્યાંજ પ્રભુ મારા ખોટા દંભની,

પ્રભુ ઓળખી શકું તારા નિર્મળ પ્રવાહને,

પ્રભુ ન પહોંચાડું ક્યારે પણ કોઈને દુઃખ મારા તરફથી,

મારા અહંમમાં પ્રવેશીને પહોંચાડું કોઈને દુઃખ,

તો એનો અહેસાસ કરાવજે અને શક્તિ આપજે,

કે ક્ષમા માગી શકું, છોડી શકું મારા અહંને,

કરી શકું મારા દુઃખને હું પોતે,

સહન ન કરું ક્યારેય એની પોકાર,

ન દુઃખી કરું મારા દુઃખથી બીજાને,

રહે હાસ્ય હંમેશા મારા મુખ પર,

કેવા પણ દુઃખમાં ન ખોઈ બેસું મારી ધીરજને,

પ્રભુ સહન કરું હસતા હસતા મારા કર્મને,

પ્રભુ આપજે એવી શક્તિ મને જીવનમાં,

ન કરું કોઈના માટે ખરાબ વિચાર

પ્રભુ જાણી શકું બીજાના રજ સરખા દુઃખને,

પ્રભુ એ દુઃખી વ્યક્તિને ક્યારેય પણ,

વધુ દુઃખી કર્યા વગર સમજી શકું,

હે મારા પ્રભુ, લઈ લેજે વહેલી તકે

મારામાં રહેલા અહંને, દૂર કરજે મને બધા વિકારોથી,

કાઢી નાખજે ખોટો દંભ મારામાંથી,

પ્રભુ બધા કષાયોથી મુક્ત કરી મને રાખજે તારી સાથે

હે મારા પ્રભુ, આપ્યો તે મને આ મનુષ્ય દેહ
View Original
Increase Font Decrease Font
 
હે મારા પ્રભુ, આપ્યો તે મને આ મનુષ્ય દેહ,

એ તારી કૃપા, કે યોગ્યતા વગર તે મને ઉચ્ચકોટિમાં જનમ આપ્યો,

પણ હે પ્રભુ પ્રાર્થના છે મારી તો તારી પાસે,

કે માનવનો અવતાર તો તે આપ્યો,

પણ માનવતાનું સિંચન કરવાનું ન ભૂલતો,

મનુષ્ય બનીને મને જીવાડ જે હરઘડી,

એ અહેસાસ કરાવજે મારા અવતારનો,

પ્રભુ દુર્લભ છે મનુષ્ય દેહ પ્રાપ્ત થવો,

પણ એથી વધુ દુર્લભ છે એને સાર્થક કરવાનો,

કરજે આસક્ત તો મને, તારા ને તારામાં જ,

ન થવા દેતો આ ખોટા આકર્ષણો અને આડંબરોમાં મને આસક્ત,

સૌંદર્યના બિંદુમાં નહીં અટકાવતો મને,

સન્નાન કરવા આપજે મને સૌંદર્યના સમુદ્ર માં

પ્રભુ યોગ્યતા કે પાત્રતા તો નથી મારામાં,

છતાં તે ઘણું બધું આપ્યું છે,

છે બધું મારી પાસે એ તો બધું તારું ને તારું,

પ્રભુ ન કરું ક્યારેય તારી શક્તિનો દૂરઉપયોગ,

કરું હંમેશા એનો સદ્ઉપયોગ, એવી શક્તિ મને આપજે

વિકારના કોઈ પણ અશ્વને ત્યાં ને ત્યાં અટકાવજે,

ખેંચજે લગામ ત્યાંજ પ્રભુ મારા ખોટા દંભની,

પ્રભુ ઓળખી શકું તારા નિર્મળ પ્રવાહને,

પ્રભુ ન પહોંચાડું ક્યારે પણ કોઈને દુઃખ મારા તરફથી,

મારા અહંમમાં પ્રવેશીને પહોંચાડું કોઈને દુઃખ,

તો એનો અહેસાસ કરાવજે અને શક્તિ આપજે,

કે ક્ષમા માગી શકું, છોડી શકું મારા અહંને,

કરી શકું મારા દુઃખને હું પોતે,

સહન ન કરું ક્યારેય એની પોકાર,

ન દુઃખી કરું મારા દુઃખથી બીજાને,

રહે હાસ્ય હંમેશા મારા મુખ પર,

કેવા પણ દુઃખમાં ન ખોઈ બેસું મારી ધીરજને,

પ્રભુ સહન કરું હસતા હસતા મારા કર્મને,

પ્રભુ આપજે એવી શક્તિ મને જીવનમાં,

ન કરું કોઈના માટે ખરાબ વિચાર

પ્રભુ જાણી શકું બીજાના રજ સરખા દુઃખને,

પ્રભુ એ દુઃખી વ્યક્તિને ક્યારેય પણ,

વધુ દુઃખી કર્યા વગર સમજી શકું,

હે મારા પ્રભુ, લઈ લેજે વહેલી તકે

મારામાં રહેલા અહંને, દૂર કરજે મને બધા વિકારોથી,

કાઢી નાખજે ખોટો દંભ મારામાંથી,

પ્રભુ બધા કષાયોથી મુક્ત કરી મને રાખજે તારી સાથે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


hē mārā prabhu, āpyō tē manē ā manuṣya dēha,

ē tārī kr̥pā, kē yōgyatā vagara tē manē uccakōṭimāṁ janama āpyō,

paṇa hē prabhu prārthanā chē mārī tō tārī pāsē,

kē mānavanō avatāra tō tē āpyō,

paṇa mānavatānuṁ siṁcana karavānuṁ na bhūlatō,

manuṣya banīnē manē jīvāḍa jē haraghaḍī,

ē ahēsāsa karāvajē mārā avatāranō,

prabhu durlabha chē manuṣya dēha prāpta thavō,

paṇa ēthī vadhu durlabha chē ēnē sārthaka karavānō,

karajē āsakta tō manē, tārā nē tārāmāṁ ja,

na thavā dētō ā khōṭā ākarṣaṇō anē āḍaṁbarōmāṁ manē āsakta,

sauṁdaryanā biṁdumāṁ nahīṁ aṭakāvatō manē,

sannāna karavā āpajē manē sauṁdaryanā samudra māṁ

prabhu yōgyatā kē pātratā tō nathī mārāmāṁ,

chatāṁ tē ghaṇuṁ badhuṁ āpyuṁ chē,

chē badhuṁ mārī pāsē ē tō badhuṁ tāruṁ nē tāruṁ,

prabhu na karuṁ kyārēya tārī śaktinō dūraupayōga,

karuṁ haṁmēśā ēnō sadupayōga, ēvī śakti manē āpajē

vikāranā kōī paṇa aśvanē tyāṁ nē tyāṁ aṭakāvajē,

khēṁcajē lagāma tyāṁja prabhu mārā khōṭā daṁbhanī,

prabhu ōlakhī śakuṁ tārā nirmala pravāhanē,

prabhu na pahōṁcāḍuṁ kyārē paṇa kōīnē duḥkha mārā taraphathī,

mārā ahaṁmamāṁ pravēśīnē pahōṁcāḍuṁ kōīnē duḥkha,

tō ēnō ahēsāsa karāvajē anē śakti āpajē,

kē kṣamā māgī śakuṁ, chōḍī śakuṁ mārā ahaṁnē,

karī śakuṁ mārā duḥkhanē huṁ pōtē,

sahana na karuṁ kyārēya ēnī pōkāra,

na duḥkhī karuṁ mārā duḥkhathī bījānē,

rahē hāsya haṁmēśā mārā mukha para,

kēvā paṇa duḥkhamāṁ na khōī bēsuṁ mārī dhīrajanē,

prabhu sahana karuṁ hasatā hasatā mārā karmanē,

prabhu āpajē ēvī śakti manē jīvanamāṁ,

na karuṁ kōīnā māṭē kharāba vicāra

prabhu jāṇī śakuṁ bījānā raja sarakhā duḥkhanē,

prabhu ē duḥkhī vyaktinē kyārēya paṇa,

vadhu duḥkhī karyā vagara samajī śakuṁ,

hē mārā prabhu, laī lējē vahēlī takē

mārāmāṁ rahēlā ahaṁnē, dūra karajē manē badhā vikārōthī,

kāḍhī nākhajē khōṭō daṁbha mārāmāṁthī,

prabhu badhā kaṣāyōthī mukta karī manē rākhajē tārī sāthē