હે મારા પ્રભુ, હે મારા શક્તિ દાતા, મને જીવન જીવતા શિખવાડજો,
નથી જાણતી હું મારા આ જીવનની અનમોલતાને, ભાન મને એનું કરાવજો,
બાજી હોય મારા હાથમાં ત્યાં મને તો, યાદ અપાવજો મારા કર્તવ્યની,
ન સરકી જાય સમય મને ચકાસીને, માટે હે પ્રભુ
આપજો એવી સૂઝ મને, કે પાર પડું શાંતચિત્તે
સમયની ચકાસણીમાંથી અને તારી કસોટીથી
- સંત શ્રી અલ્પા મા