View Hymn (Bhajan)
Hymn No. 72 | Date: 31-Aug-19921992-08-311992-08-31હે મારા પ્રભુ તું આપ દર્શન મને આજSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-mara-prabhu-tum-apa-darshana-mane-ajaહે મારા પ્રભુ તું આપ દર્શન મને આજ,
ન માગું બીજું તારી પાસે આજ,
બસ એટલી જ છે આશ, કે અનુભવ તારી ઝાંખી,
છે જ્યાં ભક્તિભાવનો સંગમ છે ત્યાં તારો વાસ રે,
પ્રભુ, હે મારા વાલા તું આપ મને આજ દર્શન,
અગને બળે છે હૈયો વિહરના તાપમાં,સળગ્યા કરું છું પ્રભુ,
તારી આંખનો અમીરસ છલકાવી શાંત કર મને આજ રે,
હે મારા વાલા દર્શન તું આપ મને આજ રે
હે મારા પ્રભુ તું આપ દર્શન મને આજ