View Hymn (Bhajan)
Hymn No. 73 | Date: 01-Sep-19921992-09-011992-09-01પ્રભુ, દીવડો જલાવ્યો મારા હૈયે તે તો મુક્તિ પંથનોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-divado-jalavyo-mara-haiye-te-to-mukti-panthanoપ્રભુ, દીવડો જલાવ્યો મારા હૈયે તે તો મુક્તિ પંથનો,
જલાવી દીવડો તું કેમ મને ના દેખાય રે
એકક્ષણે તું અહિંયા, બીજી ક્ષણે ત્યાં, તું કેમ ફરતો જાય રે,
ગોતું તને હું મંદિર મસ્જિદમાં, પણ ક્યાંય તું ના દેખાય રે,
જપું તારા જાપ છતાં પણ તું ના રિઝાય રે,
કરી કોશિશ બહુ, પણ પ્રયત્ન નિષ્ફળ જાય રે,
ઘંટ વગાડું, શરણાઈથી પુકારું,
એનો શોર પણ તને ના સંભળાય રે,
ના લગાડતો વાર, નહીં તો દીવડો મારો ઓલવાઈ જાય રે,
પ્રભુ તેલ પૂરવાનું ભૂલતો નહીં, તો અંધકાર છવાઈ જાય રે
પ્રભુ, દીવડો જલાવ્યો મારા હૈયે તે તો મુક્તિ પંથનો