View Hymn (Bhajan)
Hymn No. 71 | Date: 31-Aug-19921992-08-311992-08-31જીવન અને મૃત્યુના આ ફેરામાં પ્રભુSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivana-ane-nrityuna-a-pheramam-prabhuજીવન અને મૃત્યુના આ ફેરામાં પ્રભુ,
તે આપ્યા આત્માને અલગઅલગ સ્વરૂપો,
થતા રહ્યા નવાનવા જન્મ જ્યાં,
ત્યાં મળતો રહ્યો એક નવો આકાર,
મળ્યો જ્યાં નવો આકાર પ્રભુ,
તે ભુલાવ્યા ત્યાં તો જૂના આકારો,
ન આપ્યો હિસાબ મારા હાથમાં પુણ્ય અને પાપનો,
રાખી તારી પાસે મારો ચોપડો,
તે લખવાનું તો ચાલુ જ રાખ્યું,
ભોગવું છું મારા ગત કર્મની સજા તો પણ,
અભિમાનથી હું મસ્ત બની બધું ભૂલી,
મદમસ્તપણે રહેવા લાગું
જીવન અને મૃત્યુના આ ફેરામાં પ્રભુ