View Hymn (Bhajan)
Hymn No. 206 | Date: 11-Jun-19931993-06-111993-06-11હેરાન નથી કોઈ બીજાથી, ખુદથી તો ખુદ પરેશાન છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=herana-nathi-koi-bijathi-khudathi-to-khuda-pareshana-chhumહેરાન નથી કોઈ બીજાથી, ખુદથી તો ખુદ પરેશાન છું,
આધીન બની પોતાને, પોતાનાથી હું પરાધીન છું,
છું હેરાન મારા વિચારોથી, વિચારોથી વેરાન છું,
છું પરેશાન ખોટી શાનથી, ખોટી શાનથી પરેશાન છું
નથી જાણ મને કાંઈ, હું તો અનજાન છું,
છતાં નાના નાના કૃત્યો કરતી, હું તો નાદાન છું, હેરાન નથી …
ખોઈ જીવનની શાંતિને, હું તો અશાંત છું, હેરાન નથી …
કરી એવા કાર્યો જીવનમાં, જીવનથી હું હેરાન છું,
ભરી ખોટા ભાવ હૈયામાં, હૈયાથી તો પરેશાન છું
નથી અણગમો જીવનમાં જીવનનો તો,
પણ જીવનમાં હેરાન છું પરેશાન છું
હેરાન નથી કોઈ બીજાથી, ખુદથી તો ખુદ પરેશાન છું