View Hymn (Bhajan)

Sr No. 206 | Date: 11-Jun-19931993-06-11આપ્યું તેં તો ઘણું-ઘણું જીવનમાં, જીવનમાં તેં તો ઘણું-ઘણું આપી દીધુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=apyum-te-to-ghanum-ghanum-jivanamam-jivanamam-te-to-ghanum-ghanum-didhumઆપ્યું તેં તો ઘણું-ઘણું જીવનમાં, જીવનમાં તેં તો ઘણું-ઘણું આપી દીધું,

લીધું મેં તો બધું તારી પાસેથી, ના તને કાંઈ દીધું

ન અચકાયો તું દેતા, ના અચકાઈ હું લેતા

ખાલી મારા પેટને, તેં તો ભરી દીધું

ભરેલા પેટને પાછું ખાલી મેં તો કરી દીધું

આપ્યું જ્યારે તેં કાંઈ, તૃપ્ત હું તો થઈ ગઈ

પાછી ખાલી ને ખાલી રહી ગઈ

ક્ષણથી વધુ સુખમાં ના હું રહી શકી

પાછી દુઃખી ને દુઃખી હું તો થઈ ગઈ

છે બધું પાસે, ના હું જાણી શકી

માંગવાની આદત પડી ગઈ

માંગતી ને માંગતી જ રહી તારી પાસે

સંપૂર્ણ લાગે ક્ષણ એક માટે મને તું તો, પ્રભુ

બીજી ક્ષણે તારામાં અપૂર્ણતા ને અપૂર્ણતા વર્તાતી ગઈ

મારી ખામી, હું ના જોઈ શકી

પણ છે આદત ખામી કાઢવાની, ના એને દૂર કરી શકી

આપ્યું તેં તો ઘણું-ઘણું જીવનમાં, જીવનમાં તેં તો ઘણું-ઘણું આપી દીધું
Apyum tem to ghanum-ghanum jivanamam, jivanamam tem to ghanum-ghanum api didhum

View Original
Increase Font Decrease Font

 
આપ્યું તેં તો ઘણું-ઘણું જીવનમાં, જીવનમાં તેં તો ઘણું-ઘણું આપી દીધું,

લીધું મેં તો બધું તારી પાસેથી, ના તને કાંઈ દીધું

ન અચકાયો તું દેતા, ના અચકાઈ હું લેતા

ખાલી મારા પેટને, તેં તો ભરી દીધું

ભરેલા પેટને પાછું ખાલી મેં તો કરી દીધું

આપ્યું જ્યારે તેં કાંઈ, તૃપ્ત હું તો થઈ ગઈ

પાછી ખાલી ને ખાલી રહી ગઈ

ક્ષણથી વધુ સુખમાં ના હું રહી શકી

પાછી દુઃખી ને દુઃખી હું તો થઈ ગઈ

છે બધું પાસે, ના હું જાણી શકી

માંગવાની આદત પડી ગઈ

માંગતી ને માંગતી જ રહી તારી પાસે

સંપૂર્ણ લાગે ક્ષણ એક માટે મને તું તો, પ્રભુ

બીજી ક્ષણે તારામાં અપૂર્ણતા ને અપૂર્ણતા વર્તાતી ગઈ

મારી ખામી, હું ના જોઈ શકી

પણ છે આદત ખામી કાઢવાની, ના એને દૂર કરી શકી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


āpyuṁ tēṁ tō ghaṇuṁ-ghaṇuṁ jīvanamāṁ, jīvanamāṁ tēṁ tō ghaṇuṁ-ghaṇuṁ āpī dīdhuṁ,

līdhuṁ mēṁ tō badhuṁ tārī pāsēthī, nā tanē kāṁī dīdhuṁ

na acakāyō tuṁ dētā, nā acakāī huṁ lētā

khālī mārā pēṭanē, tēṁ tō bharī dīdhuṁ

bharēlā pēṭanē pāchuṁ khālī mēṁ tō karī dīdhuṁ

āpyuṁ jyārē tēṁ kāṁī, tr̥pta huṁ tō thaī gaī

pāchī khālī nē khālī rahī gaī

kṣaṇathī vadhu sukhamāṁ nā huṁ rahī śakī

pāchī duḥkhī nē duḥkhī huṁ tō thaī gaī

chē badhuṁ pāsē, nā huṁ jāṇī śakī

māṁgavānī ādata paḍī gaī

māṁgatī nē māṁgatī ja rahī tārī pāsē

saṁpūrṇa lāgē kṣaṇa ēka māṭē manē tuṁ tō, prabhu

bījī kṣaṇē tārāmāṁ apūrṇatā nē apūrṇatā vartātī gaī

mārī khāmī, huṁ nā jōī śakī

paṇa chē ādata khāmī kāḍhavānī, nā ēnē dūra karī śakī
Explanation in English Increase Font Decrease Font

You gave so very much in this life; in this life, you gave abundantly.

I took everything from you, but gave nothing back to you.

You did not hesitate to give, and I did not hesitate to receive;

You filled my empty stomach completely.

But I went ahead and emptied that full stomach all over again!

Whenever you gave me something, I felt deeply content,

Yet, I soon found myself empty and hollow again.

I could not stay in happiness for more than a brief moment,

And I became sad and miserable all over again.

Everything is right beside me, yet I failed to realise it;

I have simply fallen into the habit of begging.

I kept asking and begging from you continuously.

For one fleeting moment, O Lord, you seem absolutely perfect to me,

But in the very next moment, I begin to perceive flaws and imperfections in you.

I cannot see my own shortcomings,

But I have this habit of finding faults in others, and I just cannot get rid of it.