View Hymn (Bhajan)
Hymn No. 641 | Date: 19-Mar-19941994-03-191994-03-19હિંમત નથી તુફાનનો સામનો કરવાની, તોય તુફાનનો સામનો કરતા રહ્યાંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=himmata-nathi-tuphanano-samano-karavani-toya-tuphanano-samano-karata-rahyamહિંમત નથી તુફાનનો સામનો કરવાની, તોય તુફાનનો સામનો કરતા રહ્યાં
તૂટી ગયા અમે એવા જીવનમાં, તોય તોફાનોની સામે ટકરાતા રહ્યાં
બહાદુરીના મોહમાં એવા ફસાયા, ડરી ડરીને ડરથી હસતા રહ્યાં
જાણ નથી એની આ જગને, જાણે સમજી એમ આંખ આડા હાથ કરતા રહ્યાં
તૂટી પડયા જ્યારે તોફાનમાં, હિંમત નથી હવે સામનો કરવાની, એ ના કહી શકાય
અભિમાનનો આશરો લઈ, બહાનાઓના ડુંગર પર અમે ચઢતા રહ્યાં
બહાના ને બહાના શોધવામાં ચતુર એવા બની ગયા, હિંમતનું કામ અમે એનું સમજી બેઠા,
અસલીયતથી આંખમીંચોલી ખેલતા રહ્યાં, કિનારે ઊભા રહીને પાણીમાં પથ્થર ફેંક્તા રહ્યાં,
વાતોની વણઝારમાં લપેટી અન્યને, દુઃખભર્યા વખાણ ખુદના કરતા રહ્યાં
અસત્યને સત્ય બનાવી, સહેમતી અન્ય પાસે લેતા રહ્યાં
હિંમત નથી તુફાનનો સામનો કરવાની, તોય તુફાનનો સામનો કરતા રહ્યાં