View Hymn (Bhajan)
Hymn No. 642 | Date: 20-Mar-19941994-03-201994-03-20શરૂઆત છે જીવનની તો આવી, આવી ને આવી તો જીવનની શરૂઆત છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sharuata-chhe-jivanani-to-avi-avi-ne-avi-to-jivanani-sharuata-chheશરૂઆત છે જીવનની તો આવી, આવી ને આવી તો જીવનની શરૂઆત છે
દુઃખભરી રાત પછી, સુખભરી સવારની શરૂઆત છે
કરી છે કોઈએ એની ફરિયાદ તો સમજી વાસ્તવિક્તા, કર્યો છે કોઈએ એનો સ્વીકાર
કરીને ફરિયાદ હજી સુધી કોઈએ બદલી નથી શક્યો જીવનનો આકાર
ચાલ્યો છે જે સમજી વિચારીને, રહ્યો છે એનો આનંદમય વ્યવહાર
જીવન છે સુખ ને દુઃખથી ભરી કહાની, છે એ તો સહુની જબાની,
કરે કોઈ એકરાર કે કરે કોઈ ઇન્કાર, ચાહે ભલે કરે કોઈ રોજ તકરાર
છે નિયમ આ તો વિધાતાનો, કોઈ નથી બદલી શકવાનું સંસાર
બદલવા જતા દુઃખભરી પળને, સમયનો સુખભર્યો સાથ પણ છૂટી જાય છે
ધીરજની ધાર પર પડશે ચાલવું, ઝખમ સહેવા રે પડશે ઘણા
આવશે ત્યારે એકપળ એવી, મળશે તને શાંતિના લેપ, ઝખમ ત્યારે તારા રૂઝાઈ જાશે,
જીવનની એ નિસરણીના શરૂઆતના પગથિયાને તું સમજી રે જાશે
શરૂઆત છે જીવનની તો આવી, આવી ને આવી તો જીવનની શરૂઆત છે