View Hymn (Bhajan)
Hymn No. 640 | Date: 19-Mar-19941994-03-191994-03-19ઇચ્છાઓના પૂર, હૈયાનો પ્રેમ તો તણાઈ ગયો, હૈયાનો પ્રેમ તો તણાઈ ગયોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhaona-pura-haiyano-prema-to-tanai-gayo-haiyano-prema-to-tanai-gayoઇચ્છાઓના પૂર, હૈયાનો પ્રેમ તો તણાઈ ગયો, હૈયાનો પ્રેમ તો તણાઈ ગયો,
તણાઈ ગયો જ્યાં પ્રેમ હૈયામાંથી, હૈયામાં ખોટી ઇચ્છાઓ ને આશાઓ રહી ગઈ
અહંકારના અંધકારથી પ્રેમનો પ્રકાશ હણાઈ ગયો, હૈયામાં અંધકાર છવાઈ ગયો
ઘટતો ગયો પ્રેમ હૈયામાંથી, ત્યાં સરખામણી અન્ય સાથે તો શરૂ થઈ ગઈ
પૂરી ના થઈ જ્યાં ઇચ્છા, ત્યાં હૈયામાં વેરને પોષણ તો મળી ગયું,
આપવાની ભાવના હતી હૈયામાં, જાગતા ઇચ્છાઓ માગવાની શરૂઆત તો થઈ ગઈ
માંગેલું મળ્યું નહીં જ્યારે, આરોપનો વ્યવહાર શરૂ ત્યાં તો થઈ ગયો
ઇચ્છાઓના ભાર નીચે પ્રેમ તો દબાઈ ગયો, ખીલ્યો હતું ફૂલ હૈયામાં, જે એ તો કરમાઈ ગયું
કરમાતા ફૂલને જોઈ વિચાર તો બદલાઈ ગયા, નફરતનો એક કાંટો દિલમાં ચૂભી ગયો
કરીતી શરૂઆત જેની આનંદથી, અંત એનો તો ખોટા તંતો પર અટકી ગયો
ઇચ્છાઓના પૂર, હૈયાનો પ્રેમ તો તણાઈ ગયો, હૈયાનો પ્રેમ તો તણાઈ ગયો