View Hymn (Bhajan)

Sr No. 3982 | Date: 22-Oct-20002000-10-22હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચૂંદડીએ …https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hove-hove-chundadie-ranga-lagyo-jire-jire-chundadie-ranga-lagyo-dhireહોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચૂંદડીએ …..

મારી ચૂંદડીના છેડા રે ચાર, ઝબોળ્યા એને ચાર રંગોમાં, મારી ચૂંદડીએ રંગ લાગ્યો

પહેલો રંગ લાગ્યો મને તારી માયાનો, હતો ગહેરો એ તો ખૂબ, ચૂંદડીએ રંગ લાગ્યો…..

ઝબોળ્યું જ્યાં જીવનને ભક્તિના રંગ, ચડ્યું એને અધકચરું કે પાકું ના એ સમજાયું,

ભીંજાયલો છે એક છેડો મારો અજ્ઞાનના રંગમાં, કે ગહેરો એનો એવો રંગ લાગ્યો,

ભીંજાયો બીજો છેડો મોહમાયામાં, ગહેરો એનો એવો રંગ લાગ્યો,

બીજો છેડો ભીંજાયો જ્ઞાનના રંગમાં, ઝાંખો એવો એનો રંગ લાગ્યો,

ચોથો છેડો ભીંજાયો અહંકારના રંગમાં, ના ઉતરે કદી એવો રંગ લાગ્યો,

ચાહ્યો લાગે રંગ તારા રે પ્રેમનો પાકો જલદી, પણ અન્ય રંગોનો રંગ લાગ્યો,

રહ્યો જનમોજનમના ફેરામાં ઘૂમતો ને ઘૂમતો, કે એવો મારી ચૂંદડી એ રંગ લાગ્યો,

ના પહોંચ્યો તારી પાસ.

હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચૂંદડીએ …
Hove hove chundadie ranga lagyo, jire jire chundadie ranga lagyo, dhire dhire chundadie …

View Original
Increase Font Decrease Font

હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચૂંદડીએ …..

મારી ચૂંદડીના છેડા રે ચાર, ઝબોળ્યા એને ચાર રંગોમાં, મારી ચૂંદડીએ રંગ લાગ્યો

પહેલો રંગ લાગ્યો મને તારી માયાનો, હતો ગહેરો એ તો ખૂબ, ચૂંદડીએ રંગ લાગ્યો…..

ઝબોળ્યું જ્યાં જીવનને ભક્તિના રંગ, ચડ્યું એને અધકચરું કે પાકું ના એ સમજાયું,

ભીંજાયલો છે એક છેડો મારો અજ્ઞાનના રંગમાં, કે ગહેરો એનો એવો રંગ લાગ્યો,

ભીંજાયો બીજો છેડો મોહમાયામાં, ગહેરો એનો એવો રંગ લાગ્યો,

બીજો છેડો ભીંજાયો જ્ઞાનના રંગમાં, ઝાંખો એવો એનો રંગ લાગ્યો,

ચોથો છેડો ભીંજાયો અહંકારના રંગમાં, ના ઉતરે કદી એવો રંગ લાગ્યો,

ચાહ્યો લાગે રંગ તારા રે પ્રેમનો પાકો જલદી, પણ અન્ય રંગોનો રંગ લાગ્યો,

રહ્યો જનમોજનમના ફેરામાં ઘૂમતો ને ઘૂમતો, કે એવો મારી ચૂંદડી એ રંગ લાગ્યો,

ના પહોંચ્યો તારી પાસ.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hōvē hōvē cūṁdaḍīē raṁga lāgyō, jīrē jīrē cūṁdaḍīē raṁga lāgyō, dhīrē dhīrē cūṁdaḍīē …..

mārī cūṁdaḍīnā chēḍā rē cāra, jhabōlyā ēnē cāra raṁgōmāṁ, mārī cūṁdaḍīē raṁga lāgyō

pahēlō raṁga lāgyō manē tārī māyānō, hatō gahērō ē tō khūba, cūṁdaḍīē raṁga lāgyō…..

jhabōlyuṁ jyāṁ jīvananē bhaktinā raṁga, caḍyuṁ ēnē adhakacaruṁ kē pākuṁ nā ē samajāyuṁ,

bhīṁjāyalō chē ēka chēḍō mārō ajñānanā raṁgamāṁ, kē gahērō ēnō ēvō raṁga lāgyō,

bhīṁjāyō bījō chēḍō mōhamāyāmāṁ, gahērō ēnō ēvō raṁga lāgyō,

bījō chēḍō bhīṁjāyō jñānanā raṁgamāṁ, jhāṁkhō ēvō ēnō raṁga lāgyō,

cōthō chēḍō bhīṁjāyō ahaṁkāranā raṁgamāṁ, nā utarē kadī ēvō raṁga lāgyō,

cāhyō lāgē raṁga tārā rē prēmanō pākō jaladī, paṇa anya raṁgōnō raṁga lāgyō,

rahyō janamōjanamanā phērāmāṁ ghūmatō nē ghūmatō, kē ēvō mārī cūṁdaḍī ē raṁga lāgyō,

nā pahōṁcyō tārī pāsa.