View Hymn (Bhajan)
Sr No. 1623 | Date: 23-Jul-19961996-07-231996-07-23‘મા’ને ભૂલ્યા, બાપને ભૂલ્યા, બધું રે ભૂલ્યા, ખુદને પણ ભૂલ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mane-bhulya-bapane-bhulya-badhum-re-bhulya-khudane-pana-bhulya‘મા’ને ભૂલ્યા, બાપને ભૂલ્યા, બધું રે ભૂલ્યા, ખુદને પણ ભૂલ્યા
બાંધ્યાં સ્વાર્થનાં સગપણ, પડ્યા જ્યાં એમાં, ત્યાં બધું રે ભૂલ્યા
શાન ભૂલ્યા પોતાની, પોતાનું ભાન બી ભૂલ્યા નું ખુદને ભૂલ્યા
સળગ્યો હૈયે જ્યાં સ્વાર્થનો અગ્નિ, એમાં પ્રેમ ને પ્યાર ભૂલ્યા
ઉપકાર ભૂલ્યા, અન્યના ઉપકારનો આભાર વ્યક્ત કરવો બી ભૂલ્યા
રંગાયા એવા રે રંગમાં જીવનમાં, કે અન્ય રંગને ભૂલ્યા
મમતાના મમત્વને ભૂલ્યા, પ્યારની મીઠાશને બી એ ભૂલ્યા
સ્વાર્થના સગપણમાં, પરમ તેજ ને પરમાર્થને બી ભૂલ્યા
ભૂલ્યા બધા રિશ્તા-નાતા, જીવનના ધ્યેયને બી ભૂલ્યા
બહાર નીકળવું હતું જે ભૂલભૂલૈયામાંથી, એમાંથી બહાર નીકળવાનું ભૂલ્યા
નીકળ્યા હતા સુખી થવા, ના થઈ શક્યા જ્યાં સાચી રાહ ભૂલ્યા
ના મટ્યું દર્દ દિલનું રે એમાં, જ્યાં સાચી ઔષધિનું પાન કરવું ભૂલ્યા
‘મા’ને ભૂલ્યા, બાપને ભૂલ્યા, બધું રે ભૂલ્યા, ખુદને પણ ભૂલ્યા