View Hymn (Bhajan)
Hymn No. 61 | Date: 29-Aug-19921992-08-291992-08-29કૃપા તું એવી વરસાવજે, બની જાઉં તારામાં લીનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kripa-tum-evi-varasavaje-bani-jaum-taramam-linaકૃપા તું એવી વરસાવજે, બની જાઉં તારામાં લીન,
ભાવ એવા આપજે, બની જાઉં તારામાં લીન,
ભક્તિ એવી આપજે, બની જાઉં તારામાં લીન
પ્રભુ શ્રદ્ધા એવી આપજે, ન રહે એમાં શંકાનું સ્થાન,
વિશ્વાસ એવો તો તું જગાડજે, કે બની શકું તારામય,
લીનતા એવી તું આપજે, કે ઓળખું મારા અત્માને,
આત્માની જાણ તું કરાવજે, તો મળશે પરમાત્મા જરૂર
કૃપા તું એવી વરસાવજે, બની જાઉં તારામાં લીન