View Hymn (Bhajan)
Sr No. 1447 | Date: 24-Jan-19961996-01-241996-01-24ઇચ્છાઓ ને ઇચ્છાઓના જોરમાં, બેકાબૂ જ્યાં હું બની ગયોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhao-ne-ichchhaona-joramam-bekabu-jyam-hum-bani-gayoઇચ્છાઓ ને ઇચ્છાઓના જોરમાં, બેકાબૂ જ્યાં હું બની ગયો
ખુદ તો થયો, પણ પ્રભુ, તને સાથે-સાથે બદનામ હું કરતો ગયો
તારા સમજદારીભર્યા ઇશારાને, જ્યાં હું ના સમજી શક્યો
ભૂલી ગયો ભાન હું તો, ના કરવા જેવા વર્તન કરતો ગયો
કરી ખુદની આંખ બંધ, ત્યાં છે અંધકાર ચારે ઓર, એ હું સમજી બેઠો
જાણવા છતાં, ખોટા જોશમાં, મારા હોંશ હું ખોતો ને ખોતો રહ્યો
ના કરવું હતું જે મારે, બેકાબૂ બની, એ હું કરતો રહ્યો
પરિણામનો વિચાર કરવો જ્યાં હું ભૂલી ગયો, ખુદ તો થયો...
સમજ હોવા છતાં, ખરે વખતે, સમજદારીનો ઉપયોગ કરવો ચૂકી ગયો
આવ્યો કાબૂમાં જ્યાં હું, ત્યાં પશ્ચાતાપની તાપની અગ્નિમાં ડૂબી ગયો
ઇચ્છાઓ ને ઇચ્છાઓના જોરમાં, બેકાબૂ જ્યાં હું બની ગયો