View Hymn (Bhajan)
Hymn No. 270 | Date: 03-Aug-19931993-08-031993-08-03ઇચ્છાઓ તો મારી વધતી ને વધતી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhao-to-mari-vadhati-ne-vadhati-jaya-chheઇચ્છાઓ તો મારી વધતી ને વધતી જાય છે,
વધતી ઇચ્છાઓ મારી, મારું જીવન ઘટતું જાય છે
ગમતું છે કાંઈક, તો અણગમતું કાંઈ લાગે છે
ગમાઅણગમાં મારા સુખ ચેન ચોરાઈ જાય છે
કરવો હોય છે પ્રેમ, પણ મોહ ત્યાં જાગી જાય છે
આંખેથી તો ત્યાં આંસુડા વહી જાય છે,
મેળવવાની ઇચ્છા જ્યારે વધતી ને વધતી જાય છે,
બચેનીનો અનુભવ ત્યાં તો થઈ જાય છે,
ઇચ્છાઓના વગડામાં જ્યારે અટવાઈ જાઉં છું
જીવન મારું તો ત્યારે ખટકી જાય છે,
મારી ઈર્ષા તો મારી આશ બની જાય છે
જીવન મારું તો ત્યાં નિરાશામાં ફેરવાઈ જાય છે
ઇચ્છાઓ તો મારી વધતી ને વધતી જાય છે