View Hymn (Bhajan)
Hymn No. 269 | Date: 03-Aug-19931993-08-031993-08-03વસજો મારા હૈયામાં મારા નાથ રે, ઓ મારા નાથ રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vasajo-mara-haiyamam-mara-natha-re-o-mara-natha-reવસજો મારા હૈયામાં મારા નાથ રે, ઓ મારા નાથ રે
પળ પળ રહેજે તું મારી સંગાથ રે, ઓ મારા ….
જીવનમાં હું તો છું ઉદાસ રે, ઉદાસ રે તું એક જે મારી આશ રે, પ્રભુ આશ રે,
તારા પ્રેમની છે મને પ્યાસ રે(2) છું હું તો તારો દાસ રે
નથી સહેવાતો તારો વિયોગ રે પ્રભુ(2) મને જોઈએ છે તારો સંયોગ રે, છું હું તો …..
તુજ છે પ્રભુ મારો સ્વામી રે, પ્રભુ સ્વામી રે તું તો છે અંતરયામી, ઓ મારા …..
તારા વિના નથી રહેવાતું મારા નાથ રે, મારા નાથ રે
હું તો જોઉં છું તારી વાટ, વસજો મારા હૈયામાં …..
વસજો મારા હૈયામાં મારા નાથ રે, ઓ મારા નાથ રે