View Hymn (Bhajan)
Hymn No. 639 | Date: 19-Mar-19941994-03-191994-03-19તનને કર્યું ખૂબ ઊજળું અમે, મનને ઊજળું અમે ના કરી શક્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tanane-karyum-khuba-ujalum-ame-manane-ujalum-ame-na-kari-shakyaતનને કર્યું ખૂબ ઊજળું અમે, મનને ઊજળું અમે ના કરી શક્યા
તન થયું ચોખ્ખું તોય, અંતર મેલું ને મેલું રહી ગયું(2)
કરી મહેનત ખૂબ અમે મેલ દૂર કરવાની, તોય કામ અધુંરું કેમ રહી ગયું
નહાયા ગંગામાં અમે, નહાયા જમનામાં તોય અંતરનો મેલ દૂર ના થયું
મોહમાયાના મેલ ચડયા એવા અંતર પર, ના એ મેલ પાણીથી દૂર હટ્યા
અંતરની મૂંઝવણ અંતર જાણે, મુખ એ વાત કોઈની આગળ ના કહી શક્યું
દિવસે દિવસે અંતરનો ભાર વધતો ને વધતો ગયો, મેલ જ્યાં વધતો ગયો
મનના અરીસામાં ચિત્ર એનું કદરૂપું લાગવા લાગ્યું, અંતર મેલું ……..
કરીને અન્યની નિંદા, અહંકારનો મેલ અમે ચડાવતા ગયા
આવ્યા સંજોગો એવા જીવનમાં, કરણીનો આવ્યો જ્યાં ખ્યાલ
આવતા પ્રભુ તારા શરણે, લેતા નામ પ્રભુ તારું, અંતર અમારું શુદ્ધ થાતું ગયું,
વિશુદ્ધ કરવા અંતરને, તારા નામનું વિશુદ્ધ જળ અમને મળી ગયું
તનને કર્યું ખૂબ ઊજળું અમે, મનને ઊજળું અમે ના કરી શક્યા