View Hymn (Bhajan)
Sr No. 3599 | Date: 20-Aug-19991999-08-201999-08-20ઇચ્છાઓના તાંતણાથી વણેલો એક રેશમી રૂમાલ છે.Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhaona-tantanathi-vanelo-eka-reshami-rumala-chheઇચ્છાઓના તાંતણાથી વણેલો એક રેશમી રૂમાલ છે.
શું કહીએ અમે બીજું, કે આ જિંદગી અમારી ચાહતોની કમાલ છે.
ક્યાંથી સજે સૂર મીઠાં ઉરમાં, કે હૈયામાં તો બસ ધમાલ છે.
બેતાલ ભાવનાઓ ને બેસૂરી વાસનાઓના વાસ છે.
રૂપ સૌદર્યથી સજેલો દેહ અમારો, ઉપરથી તો કમાલ છે.
સાત પડોની નીચે તો બસ, એ જ માંસ ને દુર્ગંધ છે.
અનેક તાંતણાઓથી વણેલા, આ રૂમાલની અજીબ દાસ્તાં છે.
કોઈ ના કહી શકે કે તાંતણાઓનો, ક્યાં અંત ને ક્યાં શરૂઆત છે.
કોઈએ આપ્યું નામ એને કાંઈ તો, કોઈએ કહ્યું એક ખૂબસુરત બલા છે.
જિંદગી અમારી એ અમારા ગુનાહની સજા છે, એની એક અનોખી મજા છે.
ઇચ્છાઓના તાંતણાથી વણેલો એક રેશમી રૂમાલ છે.