View Hymn (Bhajan)

Sr No. 3988 | Date: 29-Oct-20002000-10-29ઇર્ષા ભરી આંખો લઈને અમે પ્રેમ પામવા રે નીકળ્યાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=irsha-bhari-ankho-laine-ame-prema-pamava-re-nikalyamઇર્ષા ભરી આંખો લઈને અમે પ્રેમ પામવા રે નીકળ્યાં,

અવિશ્વાસભર્યું હૈયું લઈને અમે વિશ્વાસ પામવા રે નીકળ્યાં,

વિચલિત મન લઈને અમે જીવનમાં સ્થિરતા પામવા નીકળ્યાં,

નથી જે પાસે એ પામવા તો અમે જીવનમાં નીકળ્યાં,

ક્યાંથી મળે અમને બધું કે વગર તૈયારીએ અમે નીકળ્યાં,

ચાલ્યા વગર એકપણ કદમ આગળ, કિનારે પહોંચવા નીકળ્યાં,

સમજી ગયા હશો તમે જીવનમાં અમે આખીર શું કરવા નીકળ્યાં,

દુઃખદર્દ ના આલાપમાં સુખના સૂરો અમે સાંભળવા નીકળ્યાં,

ભૂલીને વાસ્તવિકતાને જીવનમાં અમે હકીકતોને અપનાવવા નીકળ્યાં,

ભાવ વિહોણા હૈયા લઈને પ્રભુ તારી ભક્તિ કરવા અમે નીકળ્યાં.

ઇર્ષા ભરી આંખો લઈને અમે પ્રેમ પામવા રે નીકળ્યાં
Irsha bhari ankho laine ame prema pamava re nikalyam

View Original
Increase Font Decrease Font

ઇર્ષા ભરી આંખો લઈને અમે પ્રેમ પામવા રે નીકળ્યાં,

અવિશ્વાસભર્યું હૈયું લઈને અમે વિશ્વાસ પામવા રે નીકળ્યાં,

વિચલિત મન લઈને અમે જીવનમાં સ્થિરતા પામવા નીકળ્યાં,

નથી જે પાસે એ પામવા તો અમે જીવનમાં નીકળ્યાં,

ક્યાંથી મળે અમને બધું કે વગર તૈયારીએ અમે નીકળ્યાં,

ચાલ્યા વગર એકપણ કદમ આગળ, કિનારે પહોંચવા નીકળ્યાં,

સમજી ગયા હશો તમે જીવનમાં અમે આખીર શું કરવા નીકળ્યાં,

દુઃખદર્દ ના આલાપમાં સુખના સૂરો અમે સાંભળવા નીકળ્યાં,

ભૂલીને વાસ્તવિકતાને જીવનમાં અમે હકીકતોને અપનાવવા નીકળ્યાં,

ભાવ વિહોણા હૈયા લઈને પ્રભુ તારી ભક્તિ કરવા અમે નીકળ્યાં.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

irṣā bharī āṁkhō laīnē amē prēma pāmavā rē nīkalyāṁ,

aviśvāsabharyuṁ haiyuṁ laīnē amē viśvāsa pāmavā rē nīkalyāṁ,

vicalita mana laīnē amē jīvanamāṁ sthiratā pāmavā nīkalyāṁ,

nathī jē pāsē ē pāmavā tō amē jīvanamāṁ nīkalyāṁ,

kyāṁthī malē amanē badhuṁ kē vagara taiyārīē amē nīkalyāṁ,

cālyā vagara ēkapaṇa kadama āgala, kinārē pahōṁcavā nīkalyāṁ,

samajī gayā haśō tamē jīvanamāṁ amē ākhīra śuṁ karavā nīkalyāṁ,

duḥkhadarda nā ālāpamāṁ sukhanā sūrō amē sāṁbhalavā nīkalyāṁ,

bhūlīnē vāstavikatānē jīvanamāṁ amē hakīkatōnē apanāvavā nīkalyāṁ,

bhāva vihōṇā haiyā laīnē prabhu tārī bhakti karavā amē nīkalyāṁ.