જોઉં જોઉં દિલમાં આંખડી રે તારી, થાય છે દિલને તારી આંખડી જોયા કરું,
પહોંચ નથી મારી કે લાવી શકું આંખ સામે છબી તારી, કરતી ના અડપલું દિલમાંથી ભાગી જવાનું,
નથી કોઈ ઉદ્દેશ જીવનમાં મારો તને કોઈ ત્રાસ આપવાનો, નાખતી ના કોઈ બાધા ...
કરે છે કૃપા જગ પર ને મારા પર સદાય તું, રાખજે કૃપા તું સદા આવી વર્ષાવી,
ના જોવું હોય મને તને તો કોઈ વાત નહીં, જોવા દેજે મને તું આંખડી રે તારી,
મસ્તી તારી તું કરતી રહેજે ભરપૂર, મસ્તીમાં મારી તું મને સદાય રહેવા દેજે,
લાગે તને જે નજર મીઠી એમાં તું ખોવાજે, મને તારી નજરમાં ખોવાવા દેજે
ખોવા દેજે મને તું તારામાં, મને મારા ભાનમાં રહેવું નથી તું એ જાણી લેજે,
જોવા બેસું હું જ્યાં તારી આંખડી રે આંખ ત્યાં બંધ કરીને ના બેસી જતી,
તારી ચાલ તો છે જગ જાણીતી, કોઈ અટપટી ચાલ તું સંગ મારી ના ચાલતી,
તારી નજરને મીઠી નજર બનવા દેજે.
- સંત શ્રી અલ્પા મા
jōuṁ jōuṁ dilamāṁ āṁkhaḍī rē tārī, thāya chē dilanē tārī āṁkhaḍī jōyā karuṁ,
pahōṁca nathī mārī kē lāvī śakuṁ āṁkha sāmē chabī tārī, karatī nā aḍapaluṁ dilamāṁthī bhāgī javānuṁ,
nathī kōī uddēśa jīvanamāṁ mārō tanē kōī trāsa āpavānō, nākhatī nā kōī bādhā ...
karē chē kr̥pā jaga para nē mārā para sadāya tuṁ, rākhajē kr̥pā tuṁ sadā āvī varṣāvī,
nā jōvuṁ hōya manē tanē tō kōī vāta nahīṁ, jōvā dējē manē tuṁ āṁkhaḍī rē tārī,
mastī tārī tuṁ karatī rahējē bharapūra, mastīmāṁ mārī tuṁ manē sadāya rahēvā dējē,
lāgē tanē jē najara mīṭhī ēmāṁ tuṁ khōvājē, manē tārī najaramāṁ khōvāvā dējē
khōvā dējē manē tuṁ tārāmāṁ, manē mārā bhānamāṁ rahēvuṁ nathī tuṁ ē jāṇī lējē,
jōvā bēsuṁ huṁ jyāṁ tārī āṁkhaḍī rē āṁkha tyāṁ baṁdha karīnē nā bēsī jatī,
tārī cāla tō chē jaga jāṇītī, kōī aṭapaṭī cāla tuṁ saṁga mārī nā cālatī,
tārī najaranē mīṭhī najara banavā dējē.
|