રાવણ તારી લંકામાં રે વાગ્યા શંકાના રે ડંકા,
સાંભળ હવે, સાંભળ હવે, જાગ જરા તું જાગ જરા,
શ્વાસે શ્વાસે ના ગુંજ્યા વિશ્વાસ ના રે રણકા,
વાગી રહ્યા છે રે તારે રે દ્વારે આફત ના ડંકા,
ના થા ખુશ તું કે નથી આ કાંઈ તારી જીતના રે ડંકા,
મળી રહી છે હારની એંધાણી, હારના છે આ ડંકા,
બદલ તારી નીતિને, બદલ તારો વ્યવહાર કે રાવણ ……
હારને બદલવી હોય જીતમાં તો વગાડ વિશ્વાસના ડંકા,
અહંકારના ઉતારીને આવરણ સાંભળ જરા રે ડંકા,
નથી કોઈ શત્રુ તારો, તારી શંકા છે શત્રુ તારી, સમજ જરા .
- સંત શ્રી અલ્પા મા
rāvaṇa tārī laṁkāmāṁ rē vāgyā śaṁkānā rē ḍaṁkā,
sāṁbhala havē, sāṁbhala havē, jāga jarā tuṁ jāga jarā,
śvāsē śvāsē nā guṁjyā viśvāsa nā rē raṇakā,
vāgī rahyā chē rē tārē rē dvārē āphata nā ḍaṁkā,
nā thā khuśa tuṁ kē nathī ā kāṁī tārī jītanā rē ḍaṁkā,
malī rahī chē hāranī ēṁdhāṇī, hāranā chē ā ḍaṁkā,
badala tārī nītinē, badala tārō vyavahāra kē rāvaṇa ……
hāranē badalavī hōya jītamāṁ tō vagāḍa viśvāsanā ḍaṁkā,
ahaṁkāranā utārīnē āvaraṇa sāṁbhala jarā rē ḍaṁkā,
nathī kōī śatru tārō, tārī śaṁkā chē śatru tārī, samaja jarā .
|