જાગ જાગ જાગ, જાગ્યા વગર ના તારો સાચો અંત આવશે
અધૂરી ઇચ્છાઓ, અતૃપ્તિઓ તને, ભરમાવતી ને ભટકાવતી રહેશે
વાસના ને વિકૃતિઓ ના ક્યારેય ઓછી થાશે, એની વણઝાર ના ઘટશે
લગાડીશ વાર એમાં તો, કહેવું એ મુશ્કેલ છે રહેશે કે જાશે
સમય જો વીતી જાશે, તો વ્યવહાર તારા બધા અહીંના અહીં રહી જાશે
કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરવાનો, સમય પણ જીવનમાંથી તો નીકળી જાશે
યુગો વીત્યા, જન્મો વીત્યા, નથી તૂટ્યાં એવાં કર્મો ના તૂટશે
દુઃખદર્દે ઊકળી ઊઠતો, દર્દથી બચી ના તું શકશે
ઘોર અંધારા પાછળ છુપાયેલો, તું કર શોધ હવે પ્રકાશની
પ્રકાશ વગર ના કાંઈ દેખાશે, ને ના સાચા પથ પર ચલાશે
- સંત શ્રી અલ્પા મા
jāga jāga jāga, jāgyā vagara nā tārō sācō aṁta āvaśē
adhūrī icchāō, atr̥ptiō tanē, bharamāvatī nē bhaṭakāvatī rahēśē
vāsanā nē vikr̥tiō nā kyārēya ōchī thāśē, ēnī vaṇajhāra nā ghaṭaśē
lagāḍīśa vāra ēmāṁ tō, kahēvuṁ ē muśkēla chē rahēśē kē jāśē
samaya jō vītī jāśē, tō vyavahāra tārā badhā ahīṁnā ahīṁ rahī jāśē
karēlī bhūlanō paścāttāpa karavānō, samaya paṇa jīvanamāṁthī tō nīkalī jāśē
yugō vītyā, janmō vītyā, nathī tūṭyāṁ ēvāṁ karmō nā tūṭaśē
duḥkhadardē ūkalī ūṭhatō, dardathī bacī nā tuṁ śakaśē
ghōra aṁdhārā pāchala chupāyēlō, tuṁ kara śōdha havē prakāśanī
prakāśa vagara nā kāṁī dēkhāśē, nē nā sācā patha para calāśē
|