View Hymn (Bhajan)
Hymn No. 4547 | Date: 11-Sep-20162016-09-112016-09-11શું શીખી ગયા છીએ, ક્યાંથી શીખી ગયા છીએ, એ સમજાતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shum-shikhi-gaya-chhie-kyanthi-shikhi-gaya-chhie-e-samajatum-nathiશું શીખી ગયા છીએ, ક્યાંથી શીખી ગયા છીએ, એ સમજાતું નથી
શીખ્યા છીએ એવું કે જે શીખવાથી શાંતિ મળતી નથી
હોશિયારીની હવામાં એવા તે કેવા ઊડ્યા કે ચેન જીવને નથી
જગતની રીત ને જગતની પ્રીતમાં, હોંશહવાસ ખુદના ખુદને નથી
ધનદોલત પામ્યા ખૂબ તો જીવનમાં, તો કમી પૂરી થઈ નથી
આ તો કેવી દોડ છે જેમાં, સતત થાક્યા વગર અમે રહ્યા નથી
ચાહતોની બારાતમાં થયા એવા સામેલ કે એ અટકતી નથી
હાલ બેહાલ ખુદના ખુદે કર્યા, વાત આ સમજમાં આવતી નથી
ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં રહ્યા રમતા, હકીકતને સમજી શક્યા નથી
વિચારીને વિચાર્યું ઘણું, પણ કમી પ્રભુની હજી ખલતી નથી
શું શીખી ગયા છીએ, ક્યાંથી શીખી ગયા છીએ, એ સમજાતું નથી