View Hymn (Bhajan)
Hymn No. 1019 | Date: 20-Oct-19941994-10-201994-10-20જાગ્યો અહંકાર જ્યાં હૈયામાં, દિલ ત્યાં તો વારે ઘડીએ તૂટતું ગયુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jagyo-ahankara-jyam-haiyamam-dila-tyam-to-vare-ghadie-tutatum-gayumજાગ્યો અહંકાર જ્યાં હૈયામાં, દિલ ત્યાં તો વારે ઘડીએ તૂટતું ગયું
ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, નાની નાની વાતમાં એ તો તૂટી રે પડ્યું
જાગ્યો અહંકાર જ્યાં, દુઃખને નોતરું ત્યાં રે આપ્યું
દુઃખ આવ્યું જ્યારે જીવનમાં, દિલ મારું એમાં તૂટતું ને તૂટતું રે ગયું
નાનું અમથું મારું દિલ, ભારે દુઃખ તો સહન જ્યાં, સહન ના કરી શક્યું
દર્દના હુમલા સામે ના એ ટકી શક્યું, દિલ તો મારું તૂટી રે ગયું
બોઝ એ સહન ના કરી શક્યું, મારું દિલ ત્યાં તો તૂટી રે ગયું
ક્યારેક ક્રોધની અગ્નિથી, ક્યારેક ઇર્ષ્યાની જ્વાળાથી એ જલી રે ગયું
ક્યારેક ભાવમાં ખેંચાઈ, ક્યારેક પ્રેમમાં ઠોકર ખાઈ તૂટી રે ગયું
ના રહ્યું જ્યાં પ્રભુના શરણમાં, ત્યાં એ નાનીનાની વાતમાં તૂટતું ને તૂટતું રે ગયું
જાગ્યો અહંકાર જ્યાં હૈયામાં, દિલ ત્યાં તો વારે ઘડીએ તૂટતું ગયું