View Hymn (Bhajan)
Hymn No. 1020 | Date: 20-Oct-19941994-10-201994-10-20શ્વાસોની સરગમ છે સૂની, પ્રભુ તારા રે નામ વિનાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvasoni-saragama-chhe-suni-prabhu-tara-re-nama-vinaશ્વાસોની સરગમ છે સૂની, પ્રભુ તારા રે નામ વિના
વીણાના તાર છે રે સૂના, પ્રભુ તારા ભજનના તાલ વિના
સંગીતની સાધના છે રે સૂની, તારી બંસરી સાંભળ્યા વિના
નયનોની સુંદરતા છે રે સૂની, દર્શન વિના
મુખની એ વાણી છે રે સૂની, પ્રભુ તારા સ્મરણ વિના
જિંદગી છે રે અધૂરી, તારા પ્રેમ અને પ્યાર વિના
જીવનની પળપળ છે રે સૂની, ભક્તિભાવ વિના
હરએક ઇચ્છા છે રે નિર્થક, તારા દર્શનની ઇચ્છા વિના
સુખ જીવનમાં નથી રે, સુખ તારા સ્મરણ વિના
છું હું પ્રભુ નિરાધાર ને દુઃખી, તારા શરણ વિના
શ્વાસોની સરગમ છે સૂની, પ્રભુ તારા રે નામ વિના