View Hymn (Bhajan)
Hymn No. 1018 | Date: 20-Oct-19941994-10-201994-10-20નથી પસંદ એને ભભકા ભારી, એ તો સાદગી પસંદ કરે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-pasanda-ene-bhabhaka-bhari-e-to-sadagi-pasanda-kare-chheનથી પસંદ એને ભભકા ભારી, એ તો સાદગી પસંદ કરે છે
સાદગીમાં એ તો સમાયો, સાદગીને એ તો અપનાવે છે
અંતરના પ્રેમે એ આવી જાય છે, એ રાજી થાય છે
ના શરીરની સજાવટથી કે સુંદરતાથી પ્રભુ ખુશ થાય છે
રંગ રૂપને નથી એ તો જોતો, એ પ્યાર ને અપનાવે છે
પ્યારને જે પોતાનું ઘરેણું બનાવે છે, પ્રભુ એને અપનાવે છે
ચહેરાનો શૃંગાર નહીં, એ તો દિલનો શૃંગાર જોવે છે
શુભ ભાવ ભર્યા હૈયાને એ તો તરત અપનાવે છે
ખોટા આડંબર ને ઢોંગથી, ના એ રાજી થાય છે
છે પસંદ પ્રભુને પ્યાર, પ્યાર એને પસંદ આવે છે
નથી પસંદ એને ભભકા ભારી, એ તો સાદગી પસંદ કરે છે