જાણતો ને સમજતો થયો તને જ્યાં હું તો પ્રભુ,
રહ્યું છે કરતું ને કરતું તારી ને તારી ઇંતેઝારી,
તું છે મારો, હું છું તારી, કરી શરૂઆત જીવનની પાછી,
હર શ્વાસ બની ગઈ છે પળ એ તો ઇંતેઝારીની,
પામ્યો પ્યાર જે પાસે તારી દિલ ને એવું તો ભાવ્યું,
દિલ મારું મને છોડીને પાસે તારી ચાલ્યું,
નિ:સ્વાર્થતાની મઝા જે મેં તો માણી, મઝા ખૂબ એમાં આવી,
તારી ઉદારતા ને દિલાવરીએ આ ઇંતેઝારી દિલમાં જગાડી,
સમજમાં ના આવે તું, છે સમજની પર, છે એવો રે તું,
તોય સમજાયું જેટલું મને, આપ્યું જીવનમાં ચેન તો એને રે.
- સંત શ્રી અલ્પા મા
jāṇatō nē samajatō thayō tanē jyāṁ huṁ tō prabhu,
rahyuṁ chē karatuṁ nē karatuṁ tārī nē tārī iṁtējhārī,
tuṁ chē mārō, huṁ chuṁ tārī, karī śarūāta jīvananī pāchī,
hara śvāsa banī gaī chē pala ē tō iṁtējhārīnī,
pāmyō pyāra jē pāsē tārī dila nē ēvuṁ tō bhāvyuṁ,
dila māruṁ manē chōḍīnē pāsē tārī cālyuṁ,
ni:svārthatānī majhā jē mēṁ tō māṇī, majhā khūba ēmāṁ āvī,
tārī udāratā nē dilāvarīē ā iṁtējhārī dilamāṁ jagāḍī,
samajamāṁ nā āvē tuṁ, chē samajanī para, chē ēvō rē tuṁ,
tōya samajāyuṁ jēṭaluṁ manē, āpyuṁ jīvanamāṁ cēna tō ēnē rē.
|