View Hymn (Bhajan)
Hymn No. 656 | Date: 23-Mar-19941994-03-231994-03-23જાણવા જેવું ના જાણ્યું જીવનમાં, જાણવા જેવું ના જાણ્યુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=janava-jevum-na-janyum-jivanamam-janava-jevum-na-janyumજાણવા જેવું ના જાણ્યું જીવનમાં, જાણવા જેવું ના જાણ્યું,
જાણ્યું ઘણું ઘણું તોય રહ્યું બધું અજાણ્યું, જાણવા જેવું ના જાણ્યું
પહેચાનવા જેવું ના પહેચાન્યું જીવનમાં, પહેચાનવું હતું જેને એને ના પહેચાન્યું,
જાણી જરૂરતને, પોતાની જાણ કરાવનારને ના રે જાણ્યો
માણ્યું ખૂબ સુખ જીવનમાં તોય, માણવા જેવા સુખને ના માણ્યું
દુઃખ ભોગવ્યું ખૂબ જીવનમાં, દુઃખના કારણને ના જાણ્યું
કર્યા ખૂબ કાજ જીવનમાં, કરવા જેવું ના કાંઈ કર્યું
કર્યું એક કાર્ય સારું, જ્યાં જીવનમાં ચૂપ રહેતા અમને ના આવડ્યું
અભિમાનના ડુંગરથી ઊતરી, નમ્રતાના રસ્તા પર ચાલતા ના આવડ્યું
શંકા ને અવિશ્વાસભર્યા વ્યવહારમાં, વિશ્વાસને દિલમાં ના વસાવાયું
જાણવા જેવું ના જાણ્યું જીવનમાં, જાણવા જેવું ના જાણ્યું