View Hymn (Bhajan)
Hymn No. 657 | Date: 23-Mar-19941994-03-231994-03-23ઓ રાતના રહેવાસી, ઓ જાગો, પૂરી થઈ ગઈ છે રાતSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=o-ratana-rahevasi-o-jago-puri-thai-gai-chhe-rataઓ રાતના રહેવાસી, ઓ જાગો, પૂરી થઈ ગઈ છે રાત
ઓ અંધકારના પ્રવાસીઓ, ઊગી ગઈ છે સુવર્ણ પ્રભાત
સમજી રાત ના ખોશો, સુવર્ણ પ્રભાતની અનમોલ ક્ષણ
નહીં આવે ફરીને જીવનમાં આવી મહામુલી પળ
વીતી ગઈ છે રાત સુહાની, આપીને નવો ઉત્સાહ
પોકારે છે પ્રભાત તમને કરવા સ્વાગત, ઊગી ગઈ છે પ્રભાત
છોડો અંધકારનો સાથ, કરો ત્યાગ આળસનો
લઈ લો ઘડી બે ઘડી પ્રભુનું નામ, કરી લો સ્વર્ગની સહેલ
ના રાખજો ખોટી આશ, છે જીવન તો છે બધું તમારે હાથ
ગહેરા એ અંધકારને મિટાવવા જાગો, સ્વર્ગના સુખ માણવા જાગો, ઊગી ………
ઓ રાતના રહેવાસી, ઓ જાગો, પૂરી થઈ ગઈ છે રાત