View Hymn (Bhajan)
Hymn No. 655 | Date: 23-Mar-19941994-03-231994-03-23પથ્થરથી પથ્થર ટકરાય, પથ્થરને અસર એની શું થાય?Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=paththarathi-paththara-takaraya-paththarane-asara-eni-shum-thayaપથ્થરથી પથ્થર ટકરાય, પથ્થરને અસર એની શું થાય?
પથ્થરની પથ્થર સંગ મુલાકાત થાય, વાતચીત ત્યાં શું થાય?
ના બોલે કાંઈ, ના એ ચાલે, એવા પથ્થર સંગ પ્રેમ કેમ થાય?
તોય પ્રભુ તારી મૂર્તિ કાજે, પથ્થરને પસંદ કેમ કરાય?
છોડીને પ્રભુ કોમળતાને, તું કઠોરતામાં કેમ રહેવા જાય?
છે પ્રેમી તું કેવો પ્રભુ, તને પથ્થરની સંગ પણ પ્રીત જામી જાય
છોડીને રહેવાનું દિલમાં, તું મંદિરની એ મૂર્તિમાં કેમ સમાય?
છે હરએક આકાર તારા રે, રૂપ તોય આવું કેમ થાય?
માનવને પૂજવાનું ભૂલીને, લોકો શા માટે પથ્થર પૂજવા જાય?
પથ્થરથી પથ્થર ટકરાય, પથ્થરને અસર એની શું થાય?