View Hymn (Bhajan)
Hymn No. 2617 | Date: 01-Sep-19981998-09-011998-09-01જન્મોની અધૂરી કહાની મારી પ્રભુ, કે કયા જન્મમાં પૂરી થવાનીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=janmoni-adhuri-kahani-mari-prabhu-ke-kaya-janmamam-puri-thavaniજન્મોની અધૂરી કહાની મારી પ્રભુ, કે કયા જન્મમાં પૂરી થવાની
પૂરી થાય એ તો આ જન્મમાં, છે ઇચ્છા મારી એને પૂરી કરવાની
પણ પૂરી કરવા એને છે જરૂર મને, કે ઉતરે મારા પર તારી મહેબાની
તારી મહેર વિના થઇ ના શકે પૂરી, જન્મો જન્મની આ કહાની
રહી અધુરી ને અધુરી સદાય, કે કરતો રહ્યો હું સદા મારી મનમાની
ના સાંભળ્યું કદી તારુ પ્રભુ, ના સમજવાની કરી મેં કોઈ તૈયારી
ના થયો અહેસાસ મને જન્મોનો, ના ખુદની ઔર ક્યારે મીટ મે માંડી
પામ્યો અહેસાસ તારી કૃપા, કે કરવી છે પુરી આ કહાની
છે યાદ થોડું ભૂલી ગયો છું ઘણું, વાત નથી આ કાંઈ લખવાની
તકલીફોનો અંદાજો મળ્યો છે મને ઘણો, કે કરવી છે પુરી મારે ખુદની કહાની
જન્મોની અધૂરી કહાની મારી પ્રભુ, કે કયા જન્મમાં પૂરી થવાની