Home » All Hymns » ખૂબસૂરતીના ખરીદારોની કમી નથી જગમાં, પણ ખૂબસૂરતીને ખીલાવવાવાળો એ એક છે
  1. Home
  2. All Hymns
  3. ખૂબસૂરતીના ખરીદારોની કમી નથી જગમાં, પણ ખૂબસૂરતીને ખીલાવવાવાળો એ એક છે
Hymn No. 2632 | Date: 01-Sep-19981998-09-01ખૂબસૂરતીના ખરીદારોની કમી નથી જગમાં, પણ ખૂબસૂરતીને ખીલાવવાવાળો એ એક છેhttps://www.mydivinelove.org/bhajan/?title=khubasuratina-kharidaroni-kami-nathi-jagamam-pana-khubasuratine-khilavavavaloખૂબસૂરતીના ખરીદારોની કમી નથી જગમાં, પણ ખૂબસૂરતીને ખીલાવવાવાળો એ એક છે
કોમળતાનો સંગ ચાહનારાઓની કમી નથી આ જગમાં, પણ કોમળતા જન્માવનારો એ એક છે
ભોગ ભોગવવાવાળાઓની કમી નથી આ જગમાં, પણ નિર્મળ યોગી તો એ એક જ છે
નષ્ટ કરવાવાળાઓ તો છે સહુ કોઈ અહિંયા, પણ સર્જન કરનાર તો એ એક જ છે
હરએક દિલમાં જાગે છે ખ્વાઈશો, એ ખ્વાઈશોને ખીલવનારો તો એ એક જ છે
દીવાનગીના ચાહનારાઓ તો છે બધા, આ જગમાં પણ દીવાનગીમાં ફના થનારો એ એક જ છે
લેવાવાળાઓ છે બધા તો આ જગમાં, પણ આપવાવાળો તો એ એક જ છે
ચાહતોના સૌદાગર છે અહીં સહુ કોઈ, પણ ચાહતમાં રાહત આપનારો તો એ એક જ છે
કરે છે સહુ કોઈ આ અહેસાસ, તોય કોણે કર્યા એ વિચાર, કે કોણ છે
જાણ્યું જેણે એને એણે કહ્યું કે છે એ મનનો મીત, તો કોઈએ કહ્યું એ છે ચિત્તનો ચોર છે
Text Size
ખૂબસૂરતીના ખરીદારોની કમી નથી જગમાં, પણ ખૂબસૂરતીને ખીલાવવાવાળો એ એક છે