View Hymn (Bhajan)
Sr No. 4817 | Date: 25-Mar-20192019-03-252019-03-25જાણ્યું સર્વસ્વ છે તું, જાણ્યું જગતનો રચયિતા છે તુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=janyum-sarvasva-chhe-tum-janyum-jagatano-rachayita-chhe-tumજાણ્યું સર્વસ્વ છે તું, જાણ્યું જગતનો રચયિતા છે તું
જાણ્યું જગતનો સ્વામી છે તું, ચલાવે છે જગમાં તો સહુને તું
તોય હું કરું હું કરું ના ઘટે તો પ્રભુ, એને શું સમજવું
જાણવા છતાં પરિવર્તિત અંતર ના થાય, તો એને શું કહેવું
લુખ્ખા જ્ઞાનથી લાભ થાય ના, એવા જ્ઞાનને શું કરવું
બુદ્ધિ ચાલતી ને ચાલતી રહે, અંતર શુષ્ક રહે તો શું કરવું
જાણ્યું-સમજ્યું બધું, આચરણ વિના એને શું કરવું
ના આવે ના થાય પરિવર્તન જ્યાં, અંતરમાં તો શું કરવું
ગ્રંથોના ગ્રંથો વાંચવાથી ને જાણવાથી, ઊતરે ના અંદર તો શું કરવું
જાણ્યું સર્વસ્વ છે તું, જાણ્યું જગતનો રચયિતા છે તું