View Hymn (Bhajan)
Hymn No. 2668 | Date: 09-Sep-19981998-09-091998-09-09ઝરણામાં વહેતું પાણી બી પાણી છે ખાબોચીયામાં રહેલું પાણી એ પાણી છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaranamam-vahetum-pani-bi-pani-chhe-khabochiyamam-rahelum-pani-e-paniઝરણામાં વહેતું પાણી બી પાણી છે ખાબોચીયામાં રહેલું પાણી એ પાણી છે
ફરક નથી એમાં તો કાંઈ અંતે પાણી તો બંનેમાં એનું એજ છે
તોય ઝરણાનું પાણી આનંદ સહુને આપી જાય છે એની મસ્તી સહુને ગમી જાય છે
હરએક નજર હરેક દિલ એ ઝરણાની સૌદર્યતા માળવા તૈયાર થઈ જાય છે
જોનારા એ પ્રવાહને બસ જોતાને જોતા જાય છે તોય જી એના ના ભરાય છે
ખોબચીયામાં પડેલા પાણી જોવા ના કોઈ તૈયાર થાય છે
થાય પસાર જો બાજુંમાંથી એના તોય મોઢું મચકોડી જાય છે
વિશાળતાને વ્યાપક્તા સહુને આકર્ષતું જાય છે સહુને ગમતી જાય છે
વિશાળતા છે જ્યાં મસ્તી છે જ્યાં જીવનમાં ત્યાં હરએક ચહેરા પર મસ્તી આવી જાય છે
કોઈ માને કે ના માને પણ આ વાત તો હરએક હૈયામાં સિધ્ધ થાય છે
જાણે છે સહુકોઈ ઝરણાના સૌદર્યને તોય એ અપનાવાથી ખચકાય છે
ફના થવાની તૈયારી નથી કે આખર દિલના ડર આગળ બધું હારી જાય છે
ઝરણામાં વહેતું પાણી બી પાણી છે ખાબોચીયામાં રહેલું પાણી એ પાણી છે