View Hymn (Bhajan)
Hymn No. 2674 | Date: 11-Sep-19981998-09-111998-09-11તારી ઇચ્છાઓ તારી દુશ્મન બની જાશે, સંભાળીને કરજે ઇચ્છાઓ કે તારી ઇચ્છાઓ ...Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-ichchhao-tari-dushmana-bani-jashe-sambhaline-karaje-ichchhao-ke-tariતારી ઇચ્છાઓ તારી દુશ્મન બની જાશે, સંભાળીને કરજે ઇચ્છાઓ કે તારી ઇચ્છાઓ ...
જીવનમાં તારી પ્રગતીમાં ઘણી વિઘ્ન એ ઉભા કરી જાશે, તારી ઇચ્છાઓ તારી …
કરવું છે શું તને ને શું નહીં, એ પહેલા જીવનમાં તું સારી રીતે જાણી લેજે
કરજે એ પ્રમાણે ઇચ્છો જીવનમાં તો, એ તને મદદ રૂપ થાશે
કરીશ જો વિરુધ્ધ ઇચ્છાઓ, તો ખેંચતાણની અસર તારા પર પુરી પડશે
જાવુ હોય જે દીશામાં ઘર, ચાલે તું ઉલટો તો તું ક્યાં પહોંચશે
ના થાય હાલત તારી આવી કે, સંભાળીને કદમ ઉઠાવવા પડશે
જીવનમાં મંજિલ હાંસિલ કરવી એ એક ચૂનૌતી છે એને તું નાની વાત ના સમજતો
ચુનૌતીને જિતવી જીવનમાં છે અઘરી, પણ જિતવી તારે પડશે
પ્રભુને સોંપીને બધી ઇચ્છાઓ તારી, મુક્ત પણે તું આગળ વધતો જાજે
મદદરૂપ થઇ જાશે ત્યારે તને તારી ઇચ્છાઓ, ના એ તારી દુશ્મન બનશે
તારી ઇચ્છાઓ તારી દુશ્મન બની જાશે, સંભાળીને કરજે ઇચ્છાઓ કે તારી ઇચ્છાઓ ...