જાવું હતું જીવનમાં મારે તો ત્યાં, જ્યાં હું પહોંચ્યો નથી,
પણ સમજાતું નથી દિલમાં કે મારો પ્રભુ અહીંયા હોવા છતાં,
તો બીજે લેવા મથતો રહ્યો, આ કાંઈ સાચી રીત નથી,
પ્રભુ છે જ્યાં સાથમાં, તો બીજે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાતો નથી,
શું ખૂટી ગયો મને મારા પ્રભુમાં વિશ્વાસ, બીજો વિચાર જાગ્યા વિના રહ્યો નથી,
કે ભૂલી ગયો રાહ હું, ચડી ગયો ખોટી રાહે, ખબર એની પડતી નથી,
ચાહું છું સમજવા ખુદની હાલતને, પણ ખબર વધારે પડતી નથી,
કમી છે જે જીવનમાં એ તો એમની એમ છે, એ કાંઈ મટી નથી,
થયા છે મંજિલ ના દીદાર મારે પણ મંજિલ હજી પામ્યો નથી,
જાણ્યું છે જીવનમાં મેં, પણ ખુદ ખુદને પૂરો જાણ્યો નથી.
- સંત શ્રી અલ્પા મા
jāvuṁ hatuṁ jīvanamāṁ mārē tō tyāṁ, jyāṁ huṁ pahōṁcyō nathī,
paṇa samajātuṁ nathī dilamāṁ kē mārō prabhu ahīṁyā hōvā chatāṁ,
tō bījē lēvā mathatō rahyō, ā kāṁī sācī rīta nathī,
prabhu chē jyāṁ sāthamāṁ, tō bījē javānō praśna upasthita thātō nathī,
śuṁ khūṭī gayō manē mārā prabhumāṁ viśvāsa, bījō vicāra jāgyā vinā rahyō nathī,
kē bhūlī gayō rāha huṁ, caḍī gayō khōṭī rāhē, khabara ēnī paḍatī nathī,
cāhuṁ chuṁ samajavā khudanī hālatanē, paṇa khabara vadhārē paḍatī nathī,
kamī chē jē jīvanamāṁ ē tō ēmanī ēma chē, ē kāṁī maṭī nathī,
thayā chē maṁjila nā dīdāra mārē paṇa maṁjila hajī pāmyō nathī,
jāṇyuṁ chē jīvanamāṁ mēṁ, paṇa khuda khudanē pūrō jāṇyō nathī.
|